શિલ્પા ફરી નાના પડદાં પર

વેબ દુનિયા|

IFM
મુંબઈ. 'દિલવાલો કા દિલ કા કરાર લૂટને, મે આઈ હુ યૂપી બિહાર લૂટને' ગીતથી હિટ થયેલ શિલ્પા શેટ્ટીના રૂપનો જાદુ ટૂંક સમયમાં જ ફરી ટીવી પર વિખેરાતો જોવા મળશે. ગ્લેમર, જોશ અને અદાથી સમગ્ર દુનિયાને આકર્ષિત કરનારી શિલ્પાની સાથે આ શો માં અરશદ વારસી અને વૈભવી મર્ચંટ પણ હશે.

મે મહિનાની એક તારીખથી શરૂ થનાર 'જરા નચકે દિખા' પ્રોગ્રામને અત્યાર સુધીનો સૌથી વધુ ધૂમ મચાવનાર પ્રોગ્રામ માનવામાં આવી રહ્યો છે. પોતાની અદ્દભૂત પ્રતિભાને કારણે એકબાજુ અરશદ વારસી જ્યા કોરિયોગ્રાફીને સારી રીત જાણે છે ત્યાં બીજી બાજુ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોઝ, સૌદર્ય અને ઠુમકાઓ દ્વારા લોકોને દીવાના કરી ચૂકી છે. વૈભવી મર્ચંટ પોતાની કોરિયોગ્રાફી દ્વારા જાણીતી હસ્તિઓને ફિલ્મના ફ્લોર પર નચાવી ચૂકી છે. જેમા ફિલ્મ 'બંટી ઔર બબલી'માં 'કજરારે-કજરારે', ફિલ્મ 'ધૂમ'માં 'ઝૂમ બરાબર ઝૂમ' મુખ્ય છે. આ શો ને નાના પડદાંના સ્ટાર મોહિત સહેગલ અને 'મિલે જબ હમ તુમ' ફેમ સાનિયા ઈરાની હોસ્ટ કરશે. આ શો માં હલચલ ઉભી કરનારા નવ મસકલી અને મસ્તકલંદર પોતાનો જલવો વિખેરશે. 'લડકી વર્સેઝ લડકા - હિમંત હો તો જરા નચ કે દિખા' આ શો ની પંચ લાઈન રહેશે.


આ પણ વાંચો :