સત્યમેવ જયતેનો પ્રોમો રિલીઝ થયો

Last Updated: સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (15:56 IST)
મુંબઈ
પીકે ફિલ્મના નગ્ન પોસ્ટર બાદ આમીર ખાન વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. તેણે પોતાના જાણીતા ટીવી શો સત્યમેવ જયતેનો પ્રોમો લોંચ કર્યો છે. સત્યમેવ જયતે સિઝન 3,5 ઓકટોબરથી શરૂ થઈ જવા રહી છે.

આ શોના પ્રોમોને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર રિલીઝ કરવામાં આવ્યો છે. આમિરે ટ્વિટર પર રિલીઝ કરવામાં આવ્યો છે. આમિરે ટ્વિટર પર પ્રોમોની લિંક શેર કરીને તેના ચાહકો પાસેથી મંત્વયો માંગ્યા છે.

પ્રોમોમાં બસમાં એક છોકરો છોકરીને ખરાબ નજરથી જોતો હોય છે. બસનો કંડકટર આગળના મુસાફરોની ટિકિટ ફાડતો અને છુટ્ટા પૈસા માંગતો તેની પાસે આવે છે. ટિકિટ આપ્યા બાદ તે કહે છે કે સત્યમેવ જયતે ફરીથી શરૂ થઈ રહ્યો છે. તું જરૂર જોજે. આ સાંભળીને પેલો છોકરો શરમાઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે સત્યમેવ જયતેમાં તમામ સામાજિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. જેમાં મહિલાઓને સન્માનજેવા વિષ્યોનો સમાવેશ થતો હોય છે.


આ પણ વાંચો :