'સૂર ક્ષેત્ર' વિવાદને લઈને કલર્સની ઓફિસ પર પત્થરમારો

વેબ દુનિયા|

P.R
શુક્રવારે સવારે ટીવી ચેનલ કલર્સની મુંબઈ સ્થિત પર અમુક અજાણ્યા લોકોએ પત્થરમારો કર્યો હતો. જો કે, ઓફિસની કાચની દિવાલ પરના કાચ મજબૂત હોવાને કારણે ઓફિસને વધારે નુકશાન નથી થયું પણ કાચ પર નિશાન ચોક્કસ પડી ગયા છે.

આ પત્થરમારો પર પ્રસારિત થવા જઈ રહેલા શો 'સૂર ક્ષેત્ર'ને લઈને ચાલી રહેલા વિવાદને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. આ સિગિંગ શોમાં પાકિસ્તાની કલાકારો પણ ભાગ લઈ રહ્યા છે જેની સામે રાજ ઠાકરેની એમએનએસએ વાંધો ઉઠાવ્યો છે.

તમને જણાવી દઈએ કે શોના નિર્માતા બોની કપૂરે રાજ ઠાકરેની સાથે મુલાકાત કરી હતી અને તે પછી એવા સમાચાર આવ્યા હતાં કે વિવાદ સમી ગયો છે. એવામાં આ પત્થરમારાની ઘટનાને કારણે ઘણા સવાલો પેદા થઈ રહ્યા છે.
જો કે, રાજ ઠાકરેની પાર્ટીએ આ પત્થરમારો કર્યો હોવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ આશા ભોંસલેને પણ એક પત્ર લખીને આ શોથી દૂર રહેવાની સલાહ આપી હતી.

આ પત્રનો જવાબમાં આશા ભોંસલેએ સ્પષ્ટપણે કહી દીધુ હતું કે ભારતમાં માનવામાં આવે છે. દેખીતી વાત છે કે, રાજ ઠાકરેને આ જવાબ પસંદ નહોતો આવ્યો અને ત્યારબાદ આશા ભોંસલે પર વળતો પ્રહાર કરતા કહ્યુ હતું કે, જો તેઓ અતિથિ દેવો ભવમાં માનતા હોય તો પછી કસાબને પણ અતિથિ તરીકે કેમ નથી સ્વીકારી લેતા. રાજે કહ્યુ હતું કે, આ મુદ્દો અતિથિ દેવો ભવનો નહીં પણ પૈસા દેવો ભવનો છે.


આ પણ વાંચો :