બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: રવિવાર, 13 ઑગસ્ટ 2023 (16:21 IST)

ફેમસ અભિનેત્રી પર તૂટ્યું દુઃખોનું પહાડ

Ankita Lokhande- ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતા શશિકાંત લોખંડેનું 12 ઓગસ્ટે નિધન થયું હતું. અંકિતાના પિતાએ 68 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

આજે એટલે કે 13 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ઓશિવારા સ્મશાન ગૃહમાં અભિનેત્રીના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
 
આ વર્ષે ફાધર્સ ડે પર, અંકિતા લોખંડેએ તેના પિતા શશિકાંત લોખંડે માટે એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી.
 
શશિકાંત લોખંડેની ઉંમર 68 વર્ષ હતી અને તેમને થોડા દિવસો પહેલા બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ અભિનેત્રીના પિતાની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.