સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 31 મે 2018 (17:59 IST)

'ગોપી વહુ' એ ગાયુ લતા મંગેશકરનુ હિટ સોંગ, શેયર કર્યો Video

ટીવી શો સાથ નિભાના સાથિયાની એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ ઈંસ્ટા પર હિટ સોંગ અજીબ દાસ્તા હૈ યે ગીત ગાતો એક વીડિયો શેયર કર્યો છે. ફૈંસને દેવોલિનાએ ગાયેલુ સોંગ ખૂબ પસંદ પડી રહ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે ઓરિજનલ ગીતને સ્વર કોકિલા લતા મંગેશકરે ગાયુ છે.  દેવોલિનાએ કહ્યુ, 'અજીબ દાસ્તાં...' મારુ ફેવરેટ ગીત છે. હવે મે એક ગીતના રૂપમાં તેને સત્તાવાર ગયુ છે. વીડિયોમાં ગીત તેમના પર જ ફિલ્માવ્યુ છે. 
દેવોલિના ભટ્ટાચાર્જીને સાથ નિભાના સાથિયા સીરિયલ દ્વારા ઘર ઘર ઓળખ મળી. વર્તમન દિવસોમાં તે બ્રેક પર છે.  હાલ તેણે કોઈ નવો શો સાઈન કર્યો નથી. 
 
જાણવા મળ્યુ છે કે દેવોલિનાને ખતરોના ખેલાડી સીઝન 9 મટે અપ્રોચ કરવામાં આવ્યો છે. એક વેબસાઈટ મુજબ સીઝન-9 માટે ટીવીની દુનિયાના જાણીતા ચેહરાઓનો અપ્રોચ કરાયા છે.  તેમા દેવોલિનાનું પણ નામ છે. 
સૂત્રોનુ એ પણ કહેવુ છે કે દેવોલિના ખતરો કે ખેલાડીનો ભાગ બનવા માંગે છે.  ટૂંક સમયમાં જ તે આ પ્રોજેક્ટને સાઈન કરી લેશે. જો કે આ અંગે એક્ટ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી.