બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 18 એપ્રિલ 2020 (18:59 IST)

તો રામાયણમાં રાવણ અરવિંદ ત્રિવેદીની જગ્યાએ અમરીશ પુરીની ભજવતા રાવણનો રોલ

લોકડાઉન વચ્ચે લોકપ્રિય સીરિયલ રામાયણ ફરીથી પ્રસારિત થઈ રહી છે. શ્રોતાઓ શોનો ખૂબ આનંદ લઈ રહ્યા છે. આટલું જ નહીં, ટીઆરપીના મામલે પણ સિરિયલે અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે. હવે જ્યારે આ સિરિયલ ફરી એક વખત ટેલિકાસ્ટ થઈ રહી છે ત્યારે તેની કાસ્ટ વિશેની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. 
 
રામાયણમાં અરવિંદ ત્રિવેદીએ લંકાપતિ રાવણની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર ભજવીને તેમણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. પણ રામાયણની ટીમ સાથે જોડાયેલ લોકોએ રાવણની ભૂમિકા માટે અમરીશ પુરીનુ નામ સુજાવ્યુ હતુ. પણ આવુ ન થઈ શક્યુ. તેની પાછળ પણ એક દિલચસ્પ સ્ટોરી છે. આવો જાણીએ તેના વિશે... 
 
અરવિંદ મૂળ રૂપથી મઘ્યપ્રદેશના શહેર ઈન્દોર સાથે સંબંધ ધરાવે છે. તેમણે 250થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. અરવિંદે બીબીસીના સાથે એક ઈંટરવ્યુમાં કહ્યુ હઅતુ કે તે ગુજરાતના થિયેટર સાથે જોડાયેલ હતા.  જયારે તેમણે જાણ થઈ કે રામાનંદ સાગર રામાયણ બનાવી રહ્યા છે અને પાત્રોનુ કાસ્ટિંગ 
કરી રહ્યા છે તે ઓડિશન આપવા માટે ગુજરાતથી મુંબઈ પહોંચ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ કેવટનુ પાત્ર ભજવવા માંગતા હતા. 
 
તેમણે કહ્યું કે આ સિરીયલમાં રાવણના પાત્ર માટે દરેકની માંગ હતી કે દિગ્ગજ અભિનેતા અમરીશ પુરીને કાસ્ટ કરવા જોઈએ. મેં કેવટના રોલ માટે  ઓડિશન આપ્યુ અને જ્યારે હું જવા માંડ્યો ત્યારે મારી બોડી લેંગ્વેજ અને એટ્ટીટ્યુડ જોઈને રામાનંદ સાગરજીએ કહ્યુ કે મને મારો રાવણ મળી ગયો. 
 
રામાયણમાં રામની ભૂમિકા ભજવનારા અરૂણ ગોવિલે પણ અમરીશ પુરીવાળી વાતને સ્વીકારી છે. તેમણે કહ્યું કે મેં અને  ટીમે રામાનંદ સાગરજીને કહ્યુ હતુ કે અભિનેતા અમરીશ પુરી રાવણના પાત્ર માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે.