બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2020 (12:15 IST)

Ramayan: 'રામાયણ'ની' સીતા', દીપિકા ચિખલીયાએ ઓનસ્ક્રીન બહેનો સાથે શેર કર્યો ફોટો, ગર્લ પાવરનો આપ્યો સંદેશ

દેશમાં લોકડાઉન વચ્ચે રામાનંદ સાગરની 'રામાયણ' ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જેમ તેને જૂના સમયમાં પ્રેક્ષકોનો પ્રેમ મળ્યો હતો, એવો જ પ્રેમ હાલ જોવા મળી રહ્યો છે. દૂરદર્શનની ટીઆરપી પણ વધી ગઈ છે. દર્શકો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે ટ્વિટર પર મીમ્સ શેર કરી રહ્યાં છે. 
 
હવે 'રામાયણ'ની' સીતા'એ પણ પ્રેક્ષકોને વધુ એક સરપ્રાઈઝ આપી છે.  ઉલ્લેખનીય છે કે  દીપિકા ચીખલીયાએ પોતાની ઓનસ્ક્રીન બહેનો સાથેનો એક ફોટો ફેંસ સાથે શેર કર્યો છે. ફોટામાં તમે જોઈ શકો છો કે 'સીતા' પોતાની બહેનો સાથે જોવા મળી રહી છે. દીપિકા ચિખલીયાએ પ્રેક્ષકોના હ્રદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. તેણે ફોટો શેર કરતા લખ્યુ છે કે સીતાજી પોતાની બહેનો સાથે #Girlpower.
 
આ ફોટો 'રામાયણ'ના સેટનો છે.  ઉલ્લેખનીય છે  કે દીપિકા ચિખલીયાએ ટેલિવિઝન અને ફિલ્મમાં  પોતાનો હાથ અજમાવીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 'રામાયણ'માં તેના 'સીતા'ના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. અને તેની છબિ  'સીતા' તરીકે લોકોના મનમાં ઉતરી હતી. દીપિકાએ વર્ષ 1991 માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી વડોદરાથી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા બાદ સાંસદ બેઠક પોતાને નામે કરી હતી.
 
દીપિકાએ તાજેતરમાં એક જુનો ફોટો શેર કર્યો છે, જેમાં તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું કે જ્યારે હું વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી રહી હતી . જમણી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથે લાલકૃષ્ણ અડવાણી, હું અને નલિન ભટ્ટ (ચૂંટણી પ્રભારી) . આ સાથે જ દીપિકાએ ફોટો શેર કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા.
 
તમને જણાવી દઈએ કે દીપિકા ચિખલીયા છેલ્લે ફિલ્મ 'બાલા' માં યામી ગૌતમની માતાના રૂપમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકામાં હતા