ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : સોમવાર, 29 નવેમ્બર 2021 (18:05 IST)

Anupamaa: બાબૂજી કે વનરાજને નહી પણ આ વ્યક્તિને આવશે હાર્ટ એટેક, મેકર્સે રાતોરાત બદલી નાખ્યો પ્લાન

ટીવી સીરિયલ અનુપમા  (Anupamaa)ના મેકર્સ પોતાના દર્શકોને એંટરટેનમેંટનો ડોઝ અપવા માટે ખૂબ મહેનત કરે છે. આ સીરિયલની સ્ટોરી લખનારી ટીમ દિવસ રાત મહેનત કરીને નવા નવા ટ્વિસ્ટની પ્લાનિંગ કરે છે. થોડા દિવસ પહેલા સમાહાર હતા કે અનુપમા માં બાબૂજીને હાર્ટ એટેક અવવાનો છે. તેના થોડા દિવસ પછી સાંભળવા મળ્યુ કે બાબૂજીને નહી પણ વનરાજને હાર્ટ એટેક આવશે. આ સમાચાર આવતા જ અનુપમાના ફેંસ વચ્ચે ખલબલી મચી ગઈ. લોકો વિચારવા લાગ્યા કે સ્ટોરી હવે કંઈ બાજુ વળશે.  પણ જરા થોભો.. હવે મેકર્સે આ પ્લાન પણ બદલી નાખ્યો છે. 
 
અનુપમાને લાગશે મોટો ઝટકો 
અનુપમાના અપકમિંગ એપિસોડમાં તમે જોશો કે બધી વાતો ભૂલાવીને શાહ પરિવાર એક વાર ફરીથી સાથે આવીને જશ્ન મનાવશે. ઘરના બધા લોકો સાથે મળીને બાબૂજી અને બા ના લગ્નની 50મી વર્ષગાંઠ ઉજવશે.  આ દરમિયાન શહ પરિવાર, અનુપમા અને અનુજ કાપડિયા મળીને ખૂબ મસ્તી કરશે. આ મસ્તીને શોકમાં બદલતા મોડુ નહી થાય. સામે આવી રહેલી માહિતી મુજબ આ ઉત્સવ ઉલ્લાસ દરમિયાન જ બા ને હાર્ટ એટેક આવી જશે. શાહ પરિવારમાં બા જ એવી વ્યક્તિ છે જે જેનો ઠપકો સાંભળીને અનુપમાને સારુ લાગે છે. આવામાં બા ને આ હાલતમાં જોઈને અનુપમા ભાંગી પડશે. 
 
ગૌરવને કારણે જ થઈ રહી છે મેકર્સની ચાંદી 
 
 
આમ તો શરૂઆતથી જ અનુપમાને છપ્પરફાડ ટીઆરપી મળી રહી છે. પણ ગૌરવ ખન્નાની એંટ્રી પછી આ શો ની રેટિંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.  અનુપમાના ફેંસને ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીની કેમેસ્ટ્રી ખૂબ પસંદ પડી છે. 

 
આ રીતે આગળ વધશે અનુપમાની સ્ટોરી 
 
અત્યાર સુધી તમે જોઈ ચુક્યા છો કે કાવ્યાને દગાબાજીથી શાહ હાઉસ પોતાને નામે કરાવી લીધુ છે. જલ્દી જ તે ઘરના લોકોને પોતાના આંગળી પર નચાવવુ શરૂ કરશે. બીજી બાજુ વનરાજને મોટો માણસ બનવુ છે અને તે આ માટે અનુજ કપાડિયાની મદદ માંગશે. હાલ જોવાનુ એ છે કે મેકર્સ બા ની સ્ટોરીને કેવી રીતે આગળ વધારશે ?