હું મારા પરિવારને સૌથી વધારે પ્રેમ કરૂ છું. - સૌમ્યા ટંડન

Last Updated: બુધવાર, 16 નવેમ્બર 2016 (11:17 IST)


હાલમાં ટેલિવિઝન ધારાવાહિકોમાં સૌથી હોટ ટીઆરપી બેઝ્ડ કોઈ સિરિયલ હોય તો એ &પર પ્રસારિત થતી
ભાભીજી ઘર પર હે છે. આ સિરિયલ થોડાક સમયમાં અપાર લોકપ્રિયતા મેળવી ચુકી છે. તેનું એક કેરેક્ટર છે અન્નુ અને વિભૂ. આ કેરેકે્ટર દ્વારા અદા કરવામાં આવ્યું છે. આ સિરિયલની અદાકારા અનિતા ઉર્ફે સૌમ્યા ટંડન સાથે થયેલી વાત ચિતના અંશ આપની સમક્ષ રજુ કરવામાં આવ્યાં છે. અનિતાના જીવનમાં તે શું માને છે અને સિરિયલ દ્વારા દર્શકોને કેવો સંદેશો આપવા માંગે છે. અનિતા ઉર્ફે સૌમ્યાએ રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. તેનું કામ ખૂબજ વખાણવામાં પણ આવ્યું છે. તેણે ટેલિવિઝનની દુનિયામાં મલાયિકાએ કિચન સિઝન -4, ડાન્સ ઈન્ડિયા ડાન્સ -3, બોર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ-2, જોર કા ઝટકા, કોમેડી સર્કસ કે તાનસેન, જેવા શોમાં કામ કરીને નામના મેળવી છે.તમારો સૌથી ફેવરિટ એક્ટર અને એક્ટ્રેસ કોણ છે ?

હું આમીરખાનની ફિલ્મો જોવા જાઉં છું. તેમની ફિલ્મો ખૂબજ સારી હોય છે. નાસિરૂદ્દિન શાહ અને રાણી મુખરજીનું કામ પણ મને ખૂબજ ગમે છે.
તમારો ફેવરિટ શો અને ફિલ્મ કઈ છે ?
હું કોઈ હિન્દી ટીવી શો નથી જોતી પણ અંગ્રેજી ટીવી શો જોઉં છું. ફિલ્મો પણ મને નવા દિગ્દર્શકો અને નવા લોકોની પસંદ છે. તે ઉપરાંત તેમાં નવા વિચારો હોય તે વધારે પસંદ છે. હાલમાં મને તલવાર ફિલ્મ સારી લાગી હતી.
તમારો રોલ મોડેલ કોણ છે ?
મારો રોલ મોડેલ કોઈ એક વ્યક્તિ નથી. અનેક લોકોની અલગ અલગ ખુબીઓને હું પસંદ કરૂ છું. ખાસ કરીને હું ક્લિન્ટ એસ્ટવૂડની સૌથી મોટી એડમાયર છું. તેમની એક્ટિંગ અને દિગ્દર્શન બંને મને પસંદ છે.
તમે સૌથી વધુ પ્રેમ કોને કરો છો ?
હું મારા પરિવારને સૌથી વધારે પ્રેમ કરૂ છું.
તમે તમારા ફ્રિ ટાઈમમાં કયું કામ કરવાનું પસંદ કરો છો ?
મને આજકાલ ફ્રિ ટાઈમ ખૂબજ ઓછો મળે છે. જો મને સમય મળે તો ફિલ્મો અને શો જોવાનું પસંદ કરુ છું.
તમે ફેશન ડિઝાઈનમાં હવે શું કરવા માંગો છો ?
હું ભાભીજીમાં અન્નૂના રોલ માટે જ ડિઝાઈન કરું છુ અને મને સારા કપડાં પહેરવાનો શોખ છે.
શૂટિંગ સમયે સૌથી વધુ મસ્તી કોની સાથે કરો છો ?
હું સેટ પર બધા સાથે મસ્તી કરૂ છું. આસીફજીને હેરાન કરુ છું. યોગેશ ( હાપુસિંહ)ને પણ હેરાન કરુ છું. અમારા દિગ્દર્શક શશાંક બાલી પણ તેમાં અમારો સાથ આપે છે.
ચંટ સહેલી નામના મેગેઝિનના આર્ટિકલને આપ સિરિયલમાં સાચો માનો છો શું એક સામાન્ય જીવનમા આ શક્ય છે ?
ના હું નથી માનતી પણ પત્નીઓ મેગેઝિન અને બીજાઓની વાતોમાં આવે છે અને કંઈક અલગ પ્રકારના વિચારો પોતાના મગજમાં ભરી રાખે છે. પતિને પણ આ જોઈને ખૂબજ મજા આવે છે. કારણ કે તેઓ આ પરિસ્થિતિને આધિન કંઈક કરતા હોય છે.
તમે સિરિયલમાં પુરૂષો પ્રત્યે જે ભાવ રાખો છો એવો ભાવ એક સામાન્ય મહિલા કેમ નથી રાખી શકતી ?
સિરિયલમાં કોમેડી રજુ કરવા માટે અમે કંઈક આવું કરીએ છીએ કારણ કે અમે તમને હસાવવા માંગીએ છીએ. હું પર્સનલી એવું માનું છું કે પતિ અને પત્નિ બંને બરાબર છે. જો પત્ની બહાર કામ કરે ઘર ચલાવે અને પતિ ઘરમાં જ રહેવા માંગે અને ઘરનું કામ કરે અને હાઉસ હસબન્ડ બનવા માંગે તો મને તેમાં કંઈ ખોટું નથી દેખાતું. ઘરનું અને બહારનું કામ જો પતિ અને પત્નિ વેચીને કરે તો કંઈ ખોટું નથી. એટલા માટે મને લાગે છે કે અનિતા અને વિભૂનો તાલમેલ સારો છે.
તમે આપણા એનઆરઆઈ ભાઈબહેનને શો સંદેશો આપવા માંગો છો ?
હું એવું જ કહેવા માગીશ કે તમે આપણા દેશને વિદેશમા રિપ્રેઝન્ટ કરો છો, તમારો બિહેવિયર અને વિચારો દેશનું ગૌરવ વધારે છે. એટલા માટે તમારા પર મોટું દાયિત્વ છે.
દેશની પરિસ્થિતીને લઈને દેશની જનતાને શો સંદેશો આપવા માંગો છો ?
હું દેશમાં થયેલ નોટોના પ્રતિબંધને સમર્થન આપું છું. થોડી તકલીફ જરૂર છે, પણ કોઈ બદલાવ તકલીફો વિના નથી આવતો. પીએમને આ બાબતે અનેક સુધારા કરવા પડશે ત્યારે જ આ પ્રયોગ સફળ થશે.
તમે જબ વી મેટ નામની ફિલ્મમાં કો, સ્ટારનો રોલ કર્યો પણ તમને લીડ રોલ માટે કોઈ ઓફર મળી છે ખરી ?
મને અનેક ઓફર મળી છે પણ મને હજી સુધી કોઈની સ્ક્રિપ્ટ સારી નથી લાગી.
ભાભીજી ઘર પર હે આ સિરિયલ દ્વારા તમે સમાજને શો સંદેશો આપવા માંગો છો ?
અમારા શોમાં કોઈ શીખ અથવા તો સંદેશ નથી. અમે લોકો ફક્ત દર્શકોને હસાવવા માંગીએ છીએ, દીવસભરના થાક બાદ અમે દર્શકોને ફ્રેશ કરવા માંગીએ છીએ. અને એક વાત ચોક્કસ કહીશ કે અમારા શોમાં સ્ત્રી કમજોર નથી.
આ પણ વાંચો :