ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2017 (15:07 IST)

Bigg Boss 11: ટાસ્ક દરમિયાન શિલ્પા શિંદેએ પોતાના વિશે ખોલ્યુ એવુ રહસ્ય કે ઈમોશનલ થઈ ગયા સલમાન

બિગ બોસના ઘરમાં સલમાન ખાન વીકેંડ કા વાર સાથે ત્રણ બીજા મહેમાનોને પોતાની સાથે લાવ્યા. ન્યૂઝ એંકર શ્વેતા સિંહ, તનીષા મુખર્જી અને ટીવી એક્ટર કરણવીર વોહરા આ ત્રણેયએ બિગ બોસના ઘરમાં હાજરી આપી. સલમાન ઉપરાંત આ ત્રણેય સામે ઘરના બધા સભ્યોને પોતાના જીવન સાથે જોડાયેલ એક સત્ય બતાવવાનુ હતુ.  સલમાને આ દરમિયાન કહ્યુ કે ઘર સભ્યોને ખુદ સાથે જોડાયેલ કોઈ કે એવુ સીક્રેટ બતાવવાનુ છે જેના વિશે કોઈ નથી જાણતુ. તો બધા ઘરના સભ્યોએ પોતાની સાથે જોડયેલ એક રહસ્ય સૌની સામે મુક્યુ. 
હવે ઘરમાં આવેલ આ ત્રણ મહેમાનોને સલમાને આ ડિસાઈડ કરવાનુ કહ્યુ કે તેમાથી બેસ્ટ સીક્રેટ કોનુ લાગ્યુ. તો શ્વેતા, તનીષા અને કરણવીર ત્રણેયએ શિલ્પા શિંદેનુ નામ લીધુ. શિલ્પાએ પોતાના દિલની વાત સૌ સામે મુકતા પોતાના જીવન સાથે જોડાયેલ એક સીક્રેટ કેમેરા સામે શેયર કર્યુ. શિલ્પા બતવે છે .. મારા પપ્પાને નથી ખબર કે મે અત્યાર સુધી ગ્રેજ્યુએશન નથી કર્યુ...
આગળ તે કહે છે કે 'મારા પિતા આ દુનિયામાં નથી. મને દુખ છે કે મે તેમને એ નથી બતાવ્યુ  મે ખૂબ ટ્રાય કર્યો હતો પણ ન થઈ શક્યુ.. શિલ્પાના આ કંફેક્શનથી કરણવીર.. તનીષા અને શ્વેતા ખૂબ ભાવુક થઈ ગયા. બીજી બાજુ તેમણે કારણ આપ્યુ કે પિતાજીથી ગ્રેજ્યુએશન પૂરી ન થવાની વાત છિપાવી રાખવી ખૂબ મુશ્કેલ કામ છે.  બીજી બાજુ આ વાતનો એહસાસ તેમને ખૂંપે છે.. આ બેસ્ટ સીક્રેટ છે...