દયાબેન કરશે કમબેક, સુંદરલાલે જેઠાલાલને ગરબા માટે મનાવ્યા

dayaben
Last Modified શનિવાર, 12 ઑક્ટોબર 2019 (18:11 IST)
ટીવીના ચર્ચિત સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એ શરૂથી લઈને અત્યાર સુધી પોતાની વ્યવરશિપને કાયમ રાખી છે. આજે પણ આ શો અન એક વર્ષોથી સતત ટીઆરપીમાં ટોપ પર છે. પણ સીરિયલમાં દયાબેનના પાત્રની ગેરહાજરીથી દર્શક ખૂબ નારાજ જોવા હતા. પણ હવે દર્શકોની આ નારાજગી ખતમ થઈ ગઈ છે.

તાજેતરમાં જ શો માં બતાવ્યુ છે કે દિશા વકાણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કમબેક કરી રહી છે.

નવરાત્રીના શુભ અવસર પર પરત આવશે. દયાબેનનુ કમબેક એક પ્રોમો દ્વારા કંંફર્મ થઈ ગયુ છે. હવે એપિસોડની અનેક તસ્વીરો સામે આવી રહી છે.

એક એપિસોડમાં જેઠાલા લ આ વાતથી નિરાશ છે કે તેમની પત્ની દયાબેન તેમની સાથે નથી. તેઓ એટલા નિરાશ થઈ ગયા કે તેમને ગરબામાં પણ ભાગ ન લીધો.

પત્ની વગર જેઠાલાલ ગરબા નહી રમે એ વાતથી ગોકુલધામ નિવાસીઓ ચિંતામાં પડી ગયા.
આ દરમિયાન મહિલા મંડળ સુંદરલાલને બોલાવીને કહ્યુ કે જેઠાલાલ દયાબેન ના ન આવવાથી તૂટી ગયા છે.
સુંદરલાલ પોતાના જીજા જેઠાલાલને ગરબા રમવા માટે મનાવી લીધા અને વિશ્વાસ અપાવ્યો કે દયાબેન જલ્દી જ કમબેક કરશે.


સુંદરલાલ દયાબેન સાથે ગોકુલધામમાં એક આશ્ચર્યજનક વાતાવરણ બનાવશે. જોવાનુ છેકે ગોકુલધામની સોસાયટીમાં જેઠાલાલ માટે શુ ટ્વીસ્ટ આવે છે. દર્શકો ગોકુલધામમાં નવરાત્રિ ડ્રામા જોવા માટે ખૂબ ઉત્સુક છે.


આ પણ વાંચો :