1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified શનિવાર, 1 જૂન 2019 (15:29 IST)

Tarak mehta ka ooltah chashmah - દયાબેનની આ ફોટો જોઈને યુઝર્સ બોલ્યા.. તમારા પતિ જ તમારા કેરિયરના વિલન

તારક મેહતા કા ઉલટા ચશ્મા  ટીવીના પોપુલર શોજમાંથી એક છે. શો ના પાત્રને લોકો વચ્ચે પોતાના ઓનસ્ક્રીન નામથી જ ઓળખાય છે. પોતાના અનોખા કોમિક અંદાજને કારણે દિશા વકાણી એટલે કે દયાબેન અને દિલીપ જોશી (જેઠાલાલ) સહિત શોના બધા કલાકારોએ દિલમાં સ્થાન બનાવી લીધુ છે.   દિશા લાંબા સમયથી શો ની બહાર છે. શો અને દિશાના ફેંસની આતુરતાનો અંત આવી ગયો છે. તેઓ રાહ જોઈ જોઈને થાકી ગયા છે.  દિશાએ ઈસ્ટાગ્રામ પર એક તસ્વીર શેયર કરી છે.  જેને જોયા પછી નારાજ ફેંસ પોતાના દિલની વાત કરી રહ્યા છે. 
 
દિશા વકાનીએ તારક મેહતાના  શો ની એક તસ્વીર શેયર કરી છે. જેમા તે જેઠાલાલ સાથે જોવા મળી રહી છે.  તસ્વીરમાં દયાબેન અને જેઠાલાલ ઉપરાંત ગોકુળધામ સોસાયટીના અન્ય સભ્ય પણ છે. ફોટો સાથે દયાબેને લખ્યુ - ભારત માતા કી જય. આ તસ્વીર જોયા પછી ફેંસે નારાજગી વ્યક્ત કરી છે. 
 
એક યૂઝરે લખ્યુ તમારા કેરિયરના વિલન નીકળ્યા તમારા પતિ. તમારા પતિ પર શરમ આવે છે.  અન્ય યૂઝરે લખ્યુ - જ્યારે તારક મેહતા નો શો છોડી દીધો છે તો કેમ તસ્વીરોને પોસ્ટ કરી રહ્યા છો ? અન્ય એક યૂઝરે લખ્યુ કે મેડમ સ્પષ્ટ કરી દો કે તમે શો માં આવશો નહી. 
 
સોશિયલ મીડિયા યૂઝર પર ભડકી હતી દયા 
 
તાજેતરમાં જ્યારે દિશાએ સોશિયલ મીડિયા પર આસ્ક મી એનીથિંગ સેશન હોસ્ટ કર્યુ તો મોટાભાગના ફેન્સ તેમને શો પર પરત આવવાને લઈને   સવાલ પૂછ્યા. ત્યારબાદ દિશાએ નારાજગી જાહેર કરી અને જવાબમાં લખ્યુ - કૃપા મને થોડી સ્પેસ આપો. આ જોઈને સોશિયલ મીડિયા પર યૂઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા. એક યૂઝરે લખ્યુ હતુ - આટલો ઈગો હશે તમારામાં, ખબર નહોતી. તમારા ફેન્સ પૂછી રહ્યા છે કે તમે શો પર ક્યારે પરત ફરશો. આટલામાં જ તમે ભડકી ગયા. 
 
શો થી દૂર છે દિશા 
 
દિશા 2008 થી તારક મેહ્તા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલ હતી.  સપ્ટેમ્બર 2017માં તેમને મેટરનિટી લીવ લીધી. ત્યારે આ ચર્ચા હતી કે તેઓ 5 મહિના પછી શો માં પરત આવી શકે છે. પણ દોઢ વર્ષ પછી પણ તે શો પર પરત ન આવી. પહેલા એવુ જાણવા મળ્યુ હતુ કે તે 18 મેના રોજ જોઈન કરી શકે છે. જો કે આ સમાચાર પણ અફવા સાબિત થયા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Bharat mata ki jay #wc2k19