સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 16 એપ્રિલ 2021 (17:47 IST)

Taarak mehta Ka ooltah chashmah - ટ્પ્પૂ સેનાનો આ સભ્ય કોરોના સંક્રમિત

હવે તો કોરોના એટલો હાવી થઈ ગયો  છે કે બધી સાવધાની રાખવા છતા પણ જે લોકો ઘરથી બહાર નિકળીને કામ કરી રહ્યા છે તે તેની ચપેટમાં આવી રહ્યા છે. ફિલ્મ અને ટીવી શોની શૂટિંગના સમયે બધા પ્રોટોકૉલનુ  પાલન કરાય છે. સામાજિક અંતર, માસ્ક, સેનિટાઈજેશન, પીપીઈ કિટ અને ડોક્ટર સુધીની વ્યવસ્થા હોય છે. પણ ઘણા કલાકાર અને ક્રૂ મેંબર્સ આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. 
 
તાજો કેસ લોકપ્રિય સીરિયલ ( Taarak mehta Ka ooltah chashmah)તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલનો  આવ્યો છે. જાણવા મળ્યુ  છે કે આ સીરિયલમાં ગોલીની ભૂમિકા ભજવતો  અભિનેતા કુશ શાહ કોરોના પોઝિટિવ થઈ ગયો છે. તે આ શોમાં ડૉક્ટર હાથીના દીકરાના રૂપમાં જોવા મળે છે. . 
 
સૂત્રો મુજબ ગાઈડલાઈનના મુજબ શૂટિંગ શરૂ થતા પહેલા બધાનો કોરોના ટેસ્ટ કરાયો. રિપોર્ટમાં કુશ પૉઝિટિવ મળ્યો . તે સિવાય ત્રણ ક્રૂ મેંબર્સની રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યા છે.  
 
 શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યુ છે કે શોની શૂટિંગ 15 દિવસ સુધી નહી થાય. આમ પણ મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ લાગી ગયો છે.