શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગાઇડ
Written By
Last Updated : શુક્રવાર, 16 એપ્રિલ 2021 (16:24 IST)

Ramayan પરત ફરતા "સીતા" ખુશી વ્યકત કરી બોલી- એવુ લાગી રહ્યુ છે ઈતિહાસ

2020 પછી હવે 2021માં એક વાર ફરીથી રામાનંદ સાગરની રામાયણ સ્ક્રીન પર પરત આવી રહી છે. કોવિડ 19ના વધતા કેસોના કારણે લૉકડાઉન જેવી સ્થિતિ થઈ ગઈ છે. તેથી આ વચ્ચે છેલ્લા વર્ષની રીતે આ 
વર્ષે પણ ધાર્મિક સીરિયલનો ફરીથી ટેલીકાસ્ટ કરાઈ રહ્યુ છે. તેમજ આ સમાચાર પર "રામાયણ"ની "સીતા: એટલે કે એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ તેમની પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પર માતા 
સીતાના અવતારમાં એક ફોટા પર શેયર કરી છે. 
દીપિકા ચિખલિયાએ તેમના ઈંસ્ટાગ્રામ પર તેમની ફોટા શેયર કરતા લખ્યુ - ખૂબ એક્સાઈટેડ છુ આ શેયર કરતા કે રામાયણ આ વર્ષે પણ નાના પડદા પર પરત આવશે. રામાયણ ગયા વર્ષે લૉકડાઉનના સમયે ટેલીકાસ્ટ થઈ હતી અને આવું લાગે છે કે ઈતિહાસ પોતાને પુનરાવર્તિત કરી રહ્યો છે. આ શો મારા જીવનનો જ નહી પણ ઘણા ભારતીય પરિવારના જીવનનો મોટો ભાગ વર્ષોથી બનેલું છે. 
 
તેણે આગળ લખ્યુ આવો અમારા સમૂહનો ભાગ બનો અને આવનારી પેઢીની સાથે શેયર કરો રામાયણનો જ્ઞાન. સ્ટાર ભારત પર જુઓ દરરોજ રાત્રે 7 વાગ્યે રામાનંદ સાગરની રામાયણ.