શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 15 માર્ચ 2021 (12:09 IST)

Alia Bhatt as sita- આલિયા ભટ્ટનુ RRR માટે સીતા લુક આવ્યુ સામે, ફોટો વાયરલ

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)ના જનમદિવસના ખાસ અવસર પર ફિલ્મ આરઆરઆર (RRR)થી તેમનુ લુક રિવીલ કરવામાં આવ્યુ છે.  આલિયાના આ લુકને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ વાયરલ થવુ પણ શરૂ થયુ છે. ફેંસ સાથે કલાકારો પણ આલિયાના વખાણ કરી રહ્યા છે. 
 
વાત આલિયાના લુકની કરીએ તો આલિયા સીતાના અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયાએ આ ફોટોના કેપ્શનમાં સીતા લખ્યુ છે અને સાથે જ #RRR લખ્યુ છે. જોતજોતામાં આલિયાની આ ફોટો વાયરલ થવા માંડી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા તાજેતરમાં જ આલિયાએ આ વાતની માહિતીએ આપી હતી કે તેના જન્મદિવસે જ તેનુ લુક રિવીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એસએસ રાજમૌલી (SS Rajamouli)ની આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ પોતાનુ તેલુગુ ડેબ્યુ કરી રહી છે. આલિયાએ 14 માર્ચની રાત્રે એક તસ્વીર શેયર કરી હતી. 
આલિયાના પોસ્ટમાં તે એક બ્લેક શેડેડ સ્થાન પર બેસેલી જોવા મળી રહી હતી અને તેની સામે એક મૂર્તિ હતી. આ તસ્વીરને શેયર કરતા આલિયાએ જણાવ્યુ કે તેનુ આખુ લુક આવતીકાલે એટલે સોમવારે રિલીઝ થશે.  આવામાં હવે ફેંસ સામે આલિયાનુ લુક આવી ગયુ છે. 
 
ઉલ્લેખનીય છે કે 13 ઓક્ટોબર 2021ના રોજ આ ફિલ્મ રજુ થશે.  મીડિયા રિપોર્ટ્સ મુજબ આરઆરઆર ને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમના થિએટ્રિકલ રાઈટ્સ માટે કુલ મળીને 348 કરોડ રૂપિયાની ઓફર મળી છે.