મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 12 જૂન 2020 (11:54 IST)

ગુજરાતી અભિનેતા જાગેશ મુકાતીનું નિધન, 'તારક મહેતા...'ની અભિનેત્રીએ આપ્યા સમાચાર

ટીવી કલાકાર જાગેશુ મુકાતી (Jagesh Mukati)નું નિધન થઇ ગયું છે. પોપ્યુલર ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી 'મિસિસ હાથી'નું પાત્ર ભજવનાર અંબિકા રંજનકરે આ દુખદ સમાચારની સૂચના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ટીવી અભિનેતા અને ગુજરાતી થિયેટર કલાકાર જાગેશ મુકાતીનું નિધન થઇ ગયું છે. તેમના નિધન પર ઉદ્યોગમાં ભાગીદારો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. ટીવી અભિનેતા જાગેશ મુકાતી, જેમણે 'અમિતા કા અમિત' અને 'શ્રી ગણેશ' જીવી સિરિયલો માટે જાણિતા છે. 10 જૂનના રોજ મુંબઇમાં નિધન થયું છે. 
 
મળતી માહિતી અનુસાર જાગેશને શ્વાસ લેવાની સમસ્યાના કારણે ગત 3-4 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે અસ્થમાથી પીડિતા હતા. કહેવામાં આવે છે કે અભિનેતાને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 
 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી અંબિકા રંજનકર, જેમણે દિવંગત અભિનેતા સાથે કામ કર્યું છે, અને તેમના નિધન પર શોક વ્યક્ત કરવા કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. તેમની સાથે એક ફોટો પણ શેર કરતાં તેમણે લખ્યું કે દયાળુ, સહાયક અને ખૂબ જ ભાવનાત્મક...જતા રહ્યા. તેમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય.. શાંતિ... જાગેશ પ્રિય મિત્ર, તમારા મિત્રોને તમારી યાદ આવશે. જાગેશ ગુજરાતી મનોરંજન ઉદ્યોગમાં પણ જાણિતું નામ હતું. તેમણે સિદ્ધાર્થ મલ્હોત્રા, પરિણિતી ચોપડા-સ્ટારર 'હંસી તો ફંસી'માં કામ કર્યું હતું.