શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 મે 2021 (00:15 IST)

HBD જેઠાલાલ ગઢા - દિલીપ જોશી આજે પોતાના અસલી નામથી વધુ સીરિયલના નામથી જાણીતા છે

તારક મેહતાના એક પાત્ર એવું છે જેનાથી જ આ સીરીયલને ઓળખ મળી છે. કે આવું પણ કહી શકીએ કે આ સીરીયલથી દિલીપ જોશી(જેઠાલાલ) ને ઓળખ મળી છે. દિલીપ જોશી ફક્ત 12 વર્ષની વયમાં જ અભિનય કરવાનુ શરૂ કર્યુ હતુ તેમણે નામદેવ લહુટે નામથી એક થિયેટર જોઈન કર્યુ હતુ અને તેમનુ પ્રથમ નાટક હતુ એય રણછોડ રંગીલે 
 
નામ - દિલીપ જોશી
જન્મ- 26 મે 1968  
જન્મ સ્થાન - પોરબંદર 
ઉંચાઈ 1.65m 
પત્ની - જયમાલા જોશી 
મૂવી- મેને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન .. 
 
તારક મહેતાની કૉલમ પરથી બનેલા શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ અભૂત પૂર્વ સફળતા મેળવી. અને સાથે જ આ શો જેના પર નભ્યો તે જેઠાલાલ પણ જબરજસ્ત લોકપ્રિય થઈ ગયા. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીની શૉમાં ગેરહાજરી કલ્પવી મુશ્કેલ છે. 
 
તારક મહેતા કા ઉલટા ચશ્મા અને જેઠાલાલ ગડા. આ બંને નામ એક સિક્કાની બે બાજુ છે.લોકપ્રિયતાની ટોચ પર છે.એક સમયે અમુક હિન્દી ફિલ્મોનાં પાત્રોનાં નામ ઘર ઘરમાં જાણીતાં થયાં હતાં. જેઠાલાલ અને દયાભાભી ઘરે ઘરે જાણીતાં થઇ ગયાં છે.
 
તારક મહેતા કા ઉલટા ચશ્માના જેઠાલાલ એટલે જાણીતા ગુજરાતી અભિનેતા  દિલીપ જોશી.આમ તો દિલીપ જોશીએ ગુજરાતી નાટકો,ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં ઘણી વિવિધ ભૂમિકાઓ ભજવી છે.આમ છતાં તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી સિરિયલના વેપારી જેઠાલાલની ભૂમિકાને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે.સાથોસાથ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલે 3000થી વધારે હપ્તા પૂરા કર્યા છે.સતત 12  વરસથી રજૂ થઇ રહી છે.