1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified બુધવાર, 12 મે 2021 (12:08 IST)

તારક મહેતાના ઉલટા ચશ્માના ફેન્સ માટે ખરાબ સમાચાર, કોરોનાએ લીધો 'ટપ્પુ'ના પપ્પાનો જીવ

કોરોના કહેર આખા દેશમાં જોવા મળી રહ્યો છે. સતત ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. ટીવી અને ફિલ્મ ઇંડસ્ટ્રીઝના લોકો પણ આ વાયરસથી બચી શક્યા નથી. એવામાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' ફેમ જૂના ટપ્પૂ એટલે ભવ્ય ગાંધીએ પોતાના પિતાને ગુમાવી દીધા છે. તે કોરોના સંક્રમિત હતા અને આ કોરોના ભવ્યના પિતા માટે કાળ બનીને આવ્યો હતો. 
 
ભવ્ય ગાંધીના પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર તે ગત થોડા દિવસોથી વેંટિલેટર પર હતા. ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધી કંસટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા હતા. કહેવામાં આવે છે કે તેમના શરીરમાં અચાનક ઓક્સિજન લેવલ ઓછું થઇ ગયું, જેના લીધે મંગળવારે તેમનું નિધન થયું હતું. 
ભવ્ય ગાંધીના પિતાએ કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભવ્ય ગાંધી માટે અત્યારે મુશ્કેલીભર્યો સમય છે. તે પોતાના પિતા સાથે જોડાયેલો છે. ગત ફાધર્સ ડે પર ભવ્યએ પોતાના પિતા સાથે પોતાની તસવીર પોસ્ટ કરી હતી.