શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (18:30 IST)

Kapil Sharma: કરવા ચોથ પર બેહોશ થઈ કપિલ શર્માની પત્ની ! કોમેડિયનની હાલત થઈ ખરાબ

13 ઓક્ટોબરના રોજ દેશભરમાં કરવ ચોથનો તહેવાર ઉજવાયો. સેલિબ્રિટિઝે પણ આ ફેસ્ટિવલને સંપૂર્ણ ઉત્સાહથી ઉજવ્યો.  જોકે કપિલ શર્મા માટે બે-બે મહિલાઓએ વ્રત રાખ્યુ. એક બાજુ તેમની પત્ની હતી તો બીજી બાજુ  ગર્લફ્રેંડ. પછી તો શુ પૂજાના સમયે કોમેડિયન બંને વચ્ચે ફસાઈ ગયો અને આ ઝઘડાની વચ્ચે કપિલની પત્ની બેહોશ થઈ ગઈ.
 
તમે કોઈ કંન્ફ્યુઝનમાં આવો તે પહેલા તમને જણાવી દઈએ કે કોમેડિયન કપિલ શર્મા હાલ 'કોમેડી નાઈટ વિથ કપિલ'ને લઈને ચર્ચામાં છે અને આ વખતે એપિસોડ કરવા ચોથ સ્પેશિયલ રહેવાનો છે. આવી સ્થિતિમાં કપિલ શર્માની પત્ની અને તેની ગર્લફ્રેન્ડ બંનેએ કપિલ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું અને ચંદ્ર જોવાના સમયે કપિલ શર્મા બંને વચ્ચે ફસાઈ ગયા.
સોની ટીવી દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં જોઈ શકાય છે કે કપિલની પત્ની બિંદુ એક તરફ છે અને બીજી તરફ ગર્લફ્રેન્ડ ગઝલ છે. ચાળણીમાં દીવો રાખીને બંને કપિલ શર્માને જોઈ રહ્યા છે, આ દરમિયાન કપિલની પત્ની બનેલી સુમોના ચક્રવર્તી બેહોશ થઈ ગઈ. પ્રોમો જોઈને ખબર પડે છે કે કપિલ શર્માનો આ કરાવવા ચોથ સ્પેશિયલ એપિસોડ ઘણો હિટ થવાનો છે
તમને જણાવી દઈએ કે આ વખતે કપિલ શર્મા શોમાં જ્યાં ઘણા જૂના કોમેડિયનોએ શો છોડી દીધો છે તો બીજી બાજુ  ઘણા નવા લોકો પણ પ્રવેશ્યા છે. કોમેડી નાઈટમાં તમે સુમોના ચક્રવર્તીને કપિલની પત્નીના પાત્રમાં ઘણી વખત જોઈ હશે પરંતુ સૃષ્ટિ રોડે કપિલની ગર્લફ્રેન્ડ બનીને લોકોને હસાવવાનો પૂરો પ્રયાસ કરતી જોવા મળે છે.