શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (15:26 IST)

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા : આ 5 કલાકારોએ ઠુકરાવ્યો હતો જેઠાલાલનો રોલ, આ રીતે થઈ હતી દિલીપ જોશીની એંટ્રી

ટીવીના ચર્ચિત કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના લગભગ દરેક પાત્રનુ એક વિશેષ સ્થાન છે.  આ શો  ના દરેક પાત્રએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યુ છે. આવ જો જેઠાલાલની કરવામાં આવે તો આ પાત્રમાં અભિનેતા દિલીપ જોશીએ ચાર ચાંદ લગાવી દીધા છે. આવુ ખૂબ ઓછા લોકો જાણે છે કે દિલીપ જોશી આ રોલ માટે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાના મેકર્સની પહેલી પસંદ નહોતા.  દિલીપ પહેલા મેકર્સે કુલ 5 કલાકારોને આ રોલની ઓફર આપવામાં આવી હતી, પણ દરેકે કોઈને કોઈ કારણે જેઠાલાલનો રોલ ઠુકરાવી ઠુકરાવી દીધો હતો. આવો જાણીએ એ કલાકાર કોણ છે  ?
 
 
કોમેડી શો ભાભીજી ઘર પર હૈ અને હપ્પુ કી ઉલટન પલટનમાં મહત્વનો રોલ ભજવી રહેલા યોગેશ ત્રિપાઠીને કોણ નથી જાણતુ ? તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સે યોગેશને જેઠાલાલના રોલ માટે અપ્રોચ કર્યો હતો. યોગેશે આ રોલને કરવાની ના પાડી દીધી હતી કારણ કે તે એક સાથ અનેક પ્રોજેક્ટ્સ હાથમાં લેવા નહોતા માંગતા 
કીકૂ શારદા 
 
કીકુ શારદા ધ કપિલ શર્મા શો દ્વારા ખૂબ ધમાલ મચાવી રહ્યા છે. કીકૂને પણ જેઠાલાલના રોલની ઓફર મળી ચુકી છે. કીકૂએ આ શો ની ઓફર ઠુકરાવી દીધી હતી. કારણ કે તેઓ સ્ટૈંડ અપ કોમેડિયનનો રોલ કરીને જ ખુશ હતા. 
 
એહસાન કુરૈશી 
 
એહસાન કુરૈશી પણ સ્ટૈંડઅપ કૉમેડિયન છે અને તેમણે પણ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સને અપ્રોચ કર્યુ હતુ. એહસાને જેઠાલાલના રોલને કેમ રિજેક્ટ કર્યો ? આ વાત આજ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. 
 
અલી અસગર 
 
કહાની ઘર ઘરકી અને કોમેડી નાઈટ્સ વિધ કપિલ માં દેખાય ચુકેલા અલી અસગરની પણ ખૂબ ડિમાંડ રહે છે. અલી અસગરને પણ જેઠાલાલના રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યુ હતુ. પોતાના જૂના પ્રોફેશનલ કમિટમેંટ્સ ને કારણે અલી અસગરે પણ આ રોલને ઠુકરાવ્યો હતો. 
 
રાજપાલ યાદવ 
 
બોલીવુડ ફિલ્મોમાં રાજપાલ યાદવ પોતાની હાજરીથી ચાર ચાંદ લગાવી દે છે. રાજપાલ યાદવને પણ જેઠાલાલ બનવાની તક મળી હતી. પણ તેમણે આ રોલને ઠુકરાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજપાલે પોતાના બોલીવુડ કેરિયર પર જ ફોકસ કરવા માંગે છે. આ 5 કલાકારો પછી છેવટે મેકર્સ દિલીપ જોશી પાસે આ રોલની ઓફર લઈને ગયા. દિલીપ જોશીએ તરત જ આ સીરિયલને કરવા માટે હામી ભરી દીધી. હવે વર્ષોથી દિલીપ જોશી જેઠાલાલ બનાવીને એવો રંગ જમાવી રહ્યા છે કે આ રોલમાં કોઈ અન્યને ઈમેજિન કરવા મુશ્કેલ જ નહી અશક્ય છે.