શુક્રવાર, 24 માર્ચ 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (14:31 IST)

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ 2 કલાકારોના બીમાર થવાથી રોકી દેવામા આવી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ 2  કલાકારના રોગી  થવાના કારણે રોકાઈ છે. આ કલાકાર મંદાર ચંદવાડકર જે આત્મારામ ભિડેની ભૂમિકામાં નજર આવે છે તો બીજા કલાકાર છે રાજ અનાદકટ જે ટ્પ્પૂના રોલમાં જોવાય છે. 
 
મંદારએ શરદી થવાની ફરિયાદ કરી. તેની સ્થિતિને જોતા સાથે કોવિડ 19 પ્રોટોકોલના કારણે ઘરે રહેવા અને આરામ કરવા કહ્યુ છે. મંદાર મુજબ તેણે સારું નહી લાગી રહ્યુ હતુ અને પછી ખૂબ વધારે શરદી થઈ ગઈ. તેને લઈને ગણપતિના કેટલાક શૉટસની શૂટિંગ કરવાની  હતી. 
 
બીજી બાજુ રાજ પણ શૂટિંગ પર નહી પહૉચ્યા. ખબર પડી કે તેમની પણ તબીયત ખરાબ થઈ ગઈ. બે કલાકારની તબીયત ખરાબ થવાના કારણે આ લોકપ્રિય સીરિયલની શૂટિંગ અત્યારે રોકાઈ છે. ટીમના સભ્ય મુજબ આ પગલા સાવધાની માટે ઉપાડ્યા છે. મેકર્સ નહી ઈચ્છતા કે વધારે લોકો બીમાર હોય. સાથે જ ગાઈડલાઈનનો પણ ધ્યાન રાખવુ પડી રહ્યુ છે.