ટીવી સીરિયલની 'બા' સુધા શિવપુરીનું નિધન

Last Updated: બુધવાર, 20 મે 2015 (12:29 IST)

અભિનેત્રી સુધા શિવપુરીનુ નિધન થઈ ગયુ છે. આજે સવારે 78 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. સુધા શિવપુરીએ જાણીતી સીરિયલ ક્યોકિ સાસ ભી કભી બહુ થી માં બાનું પાત્ર ભજવ્યુ હતુ. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતી હતી.

સીરિયલ ક્યોકિ સાસ ભી કભી બધુ થી માં સુધા શિવપુરીએ તુલસી મતલબ સ્મૃતિ ઈરાની દાદી સાસુની ભૂમિકા ભજવી હતી. બા ની ભૂમિકામાં તે ઘર-ઘરમાં જાણીતી થઈ ગઈ હતી. સુધા શિવપુરીએ સ્વામી, ઈંસાફ કા તરાજુ, અલકા, પિંજર, હમારી બહુ, સાવન કો આને દો, જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યુ.


આ પણ વાંચો :