સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 ઑક્ટોબર 2023 (10:57 IST)

Israel-Hamas War: દિગ્ગજ અભિનેત્રી પર તૂટ્યું દુઃખોનું પહાડ, આતંકવાદીઓએ બાળકોની સામે તેની બહેન અને બનેવીની કરી હત્યા

madhura.naik
madhura.naik
Naagin Actress Madhura Naik: ટીવી ઈન્ડસ્ટ્રીની નાગીન ફેમ મધુરા નાયકના માથા પર દુ:ખનો પહાડ આવી ગયો છે. તાજેતરમાં અભિનેત્રીએ ચાહકો સાથે શેર કર્યું છે કે તેણે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં તેના પરિવારના સભ્યો ગુમાવ્યા છે.
 
વીડિયોમાં અભિનેત્રી ઈઝરાયેલને સપોર્ટ કરી રહી છે અને પોતાના પરિવારને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કરી રહી છે. મધુરા નાયકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ ખૂબ જ ભાવુક થઈ ગઈ અને કહ્યું- 'હું મધુરા નાયક છું, ભારતમાં જન્મેલી યહૂદી છું. ભારતમાં અમે માત્ર 3000 છીએ. 7 ઓક્ટોબર પહેલા અમે અમારા પરિવારમાંથી એક દીકરી અને એક દીકરો ગુમાવ્યો.
 
મધુરા નાયકે કહ્યું - મારી બહેન ઓદયા અને તેના પતિની હત્યા કરવામાં આવી, તે પણ તેમના બે બાળકોની સામે... આ સમયે મારો પરિવાર જે પીડા અને વેદનાનો સામનો કરી રહ્યો છે તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આજે ઇઝરાયેલ પીડામાં છે, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો હમાસની આગમાં સળગી રહ્યાં છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Madhura Naik