કરોડ રૂપિયાનુ બેંક બેલેંસ હોવા છતા પ્રત્યુષા બેનરજીને નોકરાણી પાસેથી ઉધાર પૈસા માંગતી હતી

pratyusha benerjee
મુંબઇ| Last Modified સોમવાર, 11 એપ્રિલ 2016 (10:25 IST)

ટીવી એકટ્રેસ પ્રત્યુષા બેનરજીની આત્મહત્યાના મામલે હવે તેની નોકરાણીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રત્યુષા પાસે મોટું બેન્ક બેલેન્સ હતું તેમ છતાં નાની મોટી જરૂરિયાત માટે તે તેની નોકરાણી પાસેથી ઉધાર લેતી હતી. પ્રત્યુષાની નોકરાણીના કહેવા પ્રમાણે તેના બોયફ્રેન્ડ રાહુલે તેનું ક્રેડિટ કાર્ડ, પોતાની પાસે રાખ્યા હતા. પ્રત્યુષા દવા ખરીદવા કે કેબ હાયર કરવા જેવા નાનમોટા કામો માટે તેના પાસેથી ઉધાર લેતી હતી.


પ્રત્યુષાની નોકરાણી રેણુ સિંહાએ કહ્યું હતું, હું પ્રત્યુષાની ખૂબ નજીક હતી. તે મને દીદી કહેતી હતી. પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલને તેની માતા ઘરમાં રહે એ પસંદ નહોતું તેથી તે ઘરેથી ચાલી ગઈ હતી. જતી વખતે તેમણે મને કહ્યું હતું કે હું તેમની પુત્રીનું ધ્યાન રાખું. રાત્રે ઘણીવાર તેમના રૂમમાંથી ઝઘડાના અવાજ આવતા હતા. મને કયારેક થતું કે હું પ્રત્યુષાને મદદ કરૃં પણ પછી તેમના અંગત મામલામાં હસ્તક્ષેપ કરવાનું યોગ્ય લાગતું નહોતું. જયારે ઘરની બહાર જતો ત્યારે હું તેને બધું કહેવા માટે કહેતી હતી. રાહુલ તેના એકસ બોયફ્રેન્ડના મામલે ઝઘડો કરતો હતો. મેં અનેક વાર રાહુલ સાથે બ્રેક અપ કરવાની સલાહ આપી હતી. તે જમશેદપુરની એક મિડલ કલાસ ફેમિલીમાંથી હતી તેથી તેને લાગતું હતું કે વારંવાર બ્રેક અપથી તેના ફેમિલીની બદનામી થશે. મેં તેને રાહુલ પાસેથી તેની પાસબુક અને ડેબિટ કાર્ડ પરત લેવા પણ કહ્યું હતું પણ તે કહેતી હતી કે કેટલાક કારણોસર એમ કરી શકે તેમ નથી.


રેણુના કહેવા પ્રમાણે પ્રત્યુષા રાહુલ માટે ભોજન બનાવતી હતી. રાહુલ પ્રત્યુષા સાથે લગ્નની વાત ટાળતો રહેતો હતો. પ્રત્યુષાની નોકરાણીએ પ્રત્યુષાની આત્મહત્યા અંગે પણ શંકા વ્યકત કરી હતી. રેણુએ કહ્યું કે પ્રત્યુષા નીચા કદની હતી અને ઘરમાં કોઈ સ્ટુલ નહોતું તો તેણે ગળે ફાંસો કઈ રીતે લગાવ્યો હશે?આ ઉપરાંત રાહુલના ડ્રાઈવર રાજ બારિયાએ એવી માહિતી પણ આપી હતી કે જયારે પ્રત્યુષાના મૃતદેહને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે રાહુલની પૂર્વ ગર્લફ્રેન્ડ પણ ત્યાં હાજર હતી. ત્યારબાદ તે અચાનક ગાયબ થઈ ગઈ હતી અને ત્યારપછી રાહુલ પણ ગાયબ થઈ ગયો હતો. તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. ડ્રાઈવરના કહેવા પ્રમાણે એક વખત રાહુલે એક મોલમાં પ્રત્યુષાને થપ્પડ પણ મારી હતી


આ પણ વાંચો :