થપ્પડથી નહી પણ બીગ બી થી ડર લાગે છે - રેખા

amitabh rekha
મુંબઈ.| Last Modified મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (09:33 IST)
અભિનેત્રી રેખા રવિવારે બિગ બોસના શો મા પોતાની ફિલ્મ સુપરનાનીના પ્રમોશન માટે પહોંચી હતી. આ અવસર પર સાથે તેણે ખૂબ ધમાલ મચાવી.

વાતોવાતોમાં અભિનેત્રી રેખાએ બિગ બી મતલબ અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ કરી નાખ્યો. આ દરમિયન રેખાએ થપ્પડથી ભય નથી લાગતો.. નાનકડા ટ્વિસ્ટ સાથે બોલ્યો. તેમણે કહ્યુ, થપ્પડથી ડર નથી લાગતો, બિગ બી થી.. જો કે તેમને વાતને સાચવતા આગળ કહ્યુ કે બિગ બોસથી ડર લાગે છે. આ એક જુદી વાત છે કે ડાયલોગ બોલતી વખતે રેખાની જીભ લપસી કે પછી તેણે જાણીજોઈને આવુ કર્યુ. પણ તેમનુ આવુ કહેવુ મીડિયામાં ચર્ચાનો વિષય જરૂર બની ગયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં રેખા અને અમિતાભની લવ સ્ટોરી હંમેશા ચર્ચાનો વિષય રહ્યા ક્છે. આ જોડી છેલ્લીવાર સિલસિલામાં જોવા મળી હતી. ત્યારબાદ બંનેયે એકબીજાથી છેડો કરી લીધો હતો. તાજેતરમાં એ પણ ચર્ચા હતી કે ફિલ્મ શમિતાભમાં બંને સાથે જોવા મળી શકે છે.


આ પણ વાંચો :