સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 10 એપ્રિલ 2021 (17:16 IST)

Satish Kaul Passes Away: 'મહાભારત' ના ઈંદ્રદેવ સતીશ કૌલનો કોરોનાએ લીધો જીવ

એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીથી દુ:ખદ સમાચાર આવ્યા છે મહાભારતમાં ઈંદ્રદેવનો રોલ ભજવનારા સતીશ કૌલનુ નિધન થઈ ગયુ. સતીશ કૌલની વય લગભગ  73 વર્ષના હતા. તેમણે 10 એપ્રિલના રોજ લુધિયાણામાં અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ્સ મુજબ એ લાંબા સમયથી બીમારી અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.  એવુ કહેવાય રહ્યુ છે કે તેમને થોડા દિવસ પહેલા કોરોના થઈ ગયો હતો.   ગયા વર્ષે તેમણે એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તે દવાઓ, ઘરનો સામાન જેવી વસ્તુઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. 
 
આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા સતીશ કૌલ 
 
તેમણે એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમણે કલાકારના રૂપમાં ખૂબ પ્રેમ મળ્યો હવે માણસના રૂપમમાં પણ લોકોનુ અટેંશનની જરૂર છે.  તેઓ થોડા દિવસ વૃદ્ધાશ્રમમાં  પણ રહ્યા.  2011માં તેઓ મુંબઈથી પંજાબ પરત આવ્યા અને તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. ઉપરથી આ વખતે લોકડાઉન આવતા તેમની પરિસ્થિતિ વધુ કથળી ગઈ હતી.  તેમણે ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમની પાસે દવા કે કરિયાણુ ખરીદવા માટે પણ પૈસા નથી. 
 
લગભગ અઢી વર્ષ પથારી પર કાઢ્યા 
 
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 માં સતિષ કૌલના હિપ હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે લગભગ અઢી વર્ષ પથારીમાં રહ્યા હતા.  આવી સ્થિતિમાં તેમની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. સતીષ કૌલના કેરિયરની વાત કરીએ તો તેમણે પ્યાર તો હોના હી થા, આંટી નંબર વન સહિત લગભ્ગ 300 હિંદી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સતીશ કૌલને મહાભારતમાં ભગવાન ઈંદ્રના પાત્રથી ઓળખ મળી હતી.  આ સાથે જ તેઓ વિક્રમ ઔર બૈતાલ માટે પણ જાણીતા હતા.