મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (13:14 IST)

Tarak Mehta Ka Ooltah Chashmah : 'દયાબેન' ને આજે પણ કેરિયરની શરૂઆતમાં કરેલી ફિલ્મ બદલ અફસોસ છે, જાણો કંઈ ફિલ્મોમાં કર્યુ છે કામ

તારક મેહકા કા ઉલટા ચશ્મામાં દયાબેનનો રોલ કરનારી અભિનેત્રી દિશા વાકાણીનો 17 ઓગસ્ટે  જન્મદિવસ હતો. ભલે અભિનેત્રી હાલ શોથી દૂર છે, પરંતુ તેના કમબેકના સમાચાર સતત આવી રહ્યા છે. લોકો આ  શોમાં દયાબેનને ખૂબ જ મિસ કરે છે.  તમે પણ દયાબેનને મિસ કરતા હશો અને વિચારતા હશો કે  દયાબેનને જલદીથી ટીવી સ્ક્રીન પર  જોવાની તમને તક મળે. હવે એ ખબર નથી કે દિશા વાકાણી ક્યારે સ્ક્રીન પર પાછા આવશે, પરંતુ તેમના જન્મદિવસના પ્રસંગે તે તમને તેમના કરિયર સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી રહ્યા છે જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. 
 
દિશા વાકાણી થિયેટર કલાકારોના પરિવારમાંથી આવે છે. તેમના પિતા ભીમ વાકાણી એક ખૂબ જ પ્રખ્યાત થિયેટર કલાકાર છે અને એકવાર તારક મેહકા કા ઉલટા ચશ્મામાં ચંપક લાલ જયંતિલાલ ગઢાના મિત્રની ભૂમિકામાં જોવા મળ્યા હત.  દિશાના પિતા અને ભાઈ બંને સારા કલાકારો છે અને દિશાએ અભિનયના બેકગ્રાઉંડ સાથે તેમણે આર્ટમાં પણ અભ્યાસ કર્યો છે. આ શોમાં દયા બેનના ભાઈનો રોલ કરનારો મયુર વાકાણી દિશા વાકાણીનો ભાઈ છે.
દિશા વાકાણીએ 19 વર્ષની ઉંમરે પોતાનુ ડેબ્યુ કર્યુ હતુ. અભિનેત્રી એ સૌ પ્રથમ 'કમસિન ધ અનટચ'  ફિલ્મમાં કામ કર્યુ. જે બી ગ્રેડની રોમાંચક ફિલ્મ હતી. આ ફિલ્મ દ્વારા દિશાને ઓળખ મળી નહી.  ત્યારબાદ અભિનેત્રીએ ફુલ ઔર આગ અને ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે થિયેટરની શરૂઆત પણ કરી અને ઘણા પ્રખ્યાત નાટકો પણ રજૂ કર્યા. દિશા વાકાણીએ દયાબેનની ભૂમિકાથી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી અને અભિનેત્રી જલ્દીથી ઘર ઘરની પસંદગી બની ગઈ. 
 
આ સિવાય તેમણે ખિચડી, ઇન્સ્ટન્ટ ખીચડીમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીના ઓનનસ્ક્રીન પાત્રમાં લાગે છે કે દયાબેન એકદમ ફ્રેંડલી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અભિનેત્રી થોડી જુદી છે. એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ખૂબ જ  રિઝર્વ્ડ નેચરની છે અને તેમને લોકો સાથે દોસ્તી કરવામાં થોડો સમય લાગે છે. 
 
તમે પણ તમારી આ પ્રિય એક્ટ્રેસને અહી કમેંટ કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવો.. હેપી બર્થ ડે દિશા વકાની...