બુધવાર, 28 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (15:16 IST)

Tarak Mehta Ka Ooltah Chashmah ફેમ સચિન શ્રોફ આ દિવસે કરશે બીજા લગ્ન, જાણો કોણ છે તેમની દુલ્હન ?

Sachin Shroff
ટીવીનો ફેમસ કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં શૈલેશ લોઢા તારક મેહતાની ભૂમિકા હવે સચિન શ્રોફ ભજવતા જોવા મળી રહ્યા છે. સચિન શ્રોફ પોતાના અભિયન કૌશલ માટે ઘણી પ્રશંસા મેળવી છે. તાજેતરમાં અભિનેતાએ લગ્નને એક વધુ તક આપવા વિશે ચોખવટ કરી કારણ કે તેઓ જલ્દી જ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સચિન પરિવાર અને મિત્રો સાથે 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં જ લગ્નના બંધનમાં બધાશે. રિપોર્ટ મુજબ લગ્નની તારીખ નીકળી ચુકી છે.  ટીવી અભિનેતા સચિન શ્રોફે પહેલા ટીવી અભિનેત્રી જૂહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2018માં બંનેના ડાયવોર્સ થઈ ગયા હતા. 
 
ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નવા તારક જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. શો માં ગયા વર્ષે 2022માં ટીવી અભિનેતા સચિન શ્રોફે તારક મેહતાના રૂપમાં એંટ્રી લીધી હતી. હાલ અભિનેતા પોતાના જીવનમાં પ્રેમ અને લગ્નને એક વધુ તક આપવા માટે તૈયાર છે.  આ પહેલા સચિન શ્રોફે ટીવી અભિનેત્રી જૂહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પણ આ સંબંધો નવ વર્ષ સુધી જ ચાલી શક્યા. કપલ સચિન શ્રોફ અને જૂહી પરમારની એક 10 વર્ષની પુત્રી પણ છે, જેનુ નામ સમાયરા છે. 
 
તારકની નવી દુલ્હન 
 
રિપોર્ટ મુજબ અભિનેતા 25 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે. સચિન પોતાની  એક પારિવારિક મિત્ર સાથે લગ્ન કરવાનો છે, જેની ઓળખ છુપાવવામાં આવી રહી છે કારણ કે પરિવાર કન્યા વિશે વધુ વાત કરવા માંગતો નથી.