ધ કપિલ શર્મા શો : સુનીલના કમબેક સાથે આવી એક મોટી ખુશખબર

Last Modified સોમવાર, 3 એપ્રિલ 2017 (10:22 IST)
કપિલ શર્મા શો ના ફેંસ માટે એક ખુશખબર આવી હતી કે અને કપિલ શર્મા વચ્ચે સુમેળ થઈ ગયો છે અને હવે સુનીલ પરત શો માં આવી શકે છે. પણ આ ખુશખબરી સાથે જ એક સારા સમાચાર સાંભળવા મળ્યા છે જેને સાંભળીને તમે તમારી ખુશી રોકી નહી શકો.

શો ના ફેન્સ આ લડાઈને લઈને ખૂબ દુખી હતા. આ લડાઈ એટલી મોટી હતી કે સુનીલે શો કરવો જ બંધ કરી દીધો હતો. સુનીલ સાથે ચંદુનુ પાત્ર નિભાવનારા ચંદન પ્રભાકરે પણ શો છોડી દીધો હતો.

સમાચારનુ માનીએ તો ફક્ત સુનીલ જ નહી પણ પણ બધી જૂની વાતો ભૂલીને શો માં આવવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા 16 માર્ચના રોજ પોતાની આખી ટીમ સાથે યાત્રા કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને ડ્રિંક કરી રાખી હતી. જ્યારપછી તે આખી ટીમ પર ગુસ્સે થવા માંડ્યા. પછી સુનિલને કપિલે ઘણુ ખરુ ખોટુ સંભળાવ્યુ.

ખુશખબર એ છે કે ચંદન પિતા બની ગયા છે. જી હા, ચંદને પોતે આ માહિતી આપી છે. તેમણે ફેસબુક પર પોતાની પુત્રીની ફોટો શેયર કરી છે. ચંદન પોતાની પુત્રીને ખોળામાં લઈને બેસ્યા છે. તેમણે લખ્યુ છે, 'હુ અને મારી પુત્રી... આ અહેસાસ માટે કોઈ શબ્દ નથી.. પ્રેમ..


તેમણે આ ફોટો ઉપરાંત, પોતાની પુત્રીના જન્મ સાથે સંબંધિત એક પોસ્ટ પણ શેયર કરી છે. તેમણે લખ્યુ છે, "કેટલી સુંદર સવાર છે. જો હુ શબ્દો દ્વારા બતાડવા માંગુ તો આ મારો અહેસાસ સીમામાં બાંધવા જેવુ હશે, જ્યારે કે અહેસાસની કોઈ સીમા નથી. પણ હુ આખી દુનિયા સાથે મારો આ અહેસાસ શેર કરવા માંગુ છુ. હા.. આ અહેસાસ છે પિતા બનવાનો.. અને હુ હવે પિતા છે એક પ્યારી પુત્રીનો પિતા.. ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર..


આ પણ વાંચો :