ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મુબઈ. , સોમવાર, 4 એપ્રિલ 2016 (12:17 IST)

બાલિકા વધૂ પ્રત્યુષા બેનર્જી બે મહિનાની ગર્ભવતી હતી !!

પ્રત્યુષા બેનર્જી
જાણીતી ટીવી સીરિયલ બાલિકા વધૂની આનંદી મતલબ પ્રત્યૂષા બેનર્જીના સુસાઈડ કેસમાં એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના હવાલાથી મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રો મુજબ તેની ચોખવટ માટે ડોક્ટરે પ્રત્યૂષા બેનર્જીના યૂટેરસના નમૂનાને મુંબઈના જે. જે હોસ્પિટલમાં તપાસ માટે મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે ટીવી એક્ટ્રેસ પ્રત્યૂષા બેનર્જીએ શુક્રવારે રાત્રે મુંબઈ સ્થિત કાંદિવલીના ઘરમાં ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યૂષાની લાશ પંખા પર લટકતી મળી હતી.  બીજી બાજુ રાહુલના પિતા હર્ષવર્ધને પોલીસને આપેલ નિવેદનમાં કહ્યુ કે પ્રત્યૂષાએ માતા પિતા માટે 50 લાખનું કર્જ લીધુ હતુ જેને કારણે તે પરેશાન રહેતી હતી. કર્જના કારણે પ્રત્યૂષા પોતાના માતા-પિતા પર કેસ પણ કરવાની હતી.  રવિવારે પ્રત્યૂષાના બોયફ્રેંડ રાહુલ રાજ સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હર્ષવર્ધન સિંહે કહ્યુ કે તેની પાસે તેનુ પોતાનું કોઈ એકાઉંટ નથી. તેના માતા પિતા જ તેના બધા પૈસા લે છે.