ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

Last Updated: ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (18:09 IST)
ભારતમાં ક્ષિપ્રા નદી કાંથે વસાયેલા મધ્યપ્રદેશના એક મુખ્ય ધાર્મિક નગર છે. 
ઉજ્જૈન: વિક્રમાદિત્યની અવંતિકા જેની રક્ષા કાળોના કાળ મહાકાળ કરે છે. આ નગરીને મ.પ્ર. ની રાજધાનીની ઉપાધિ મળેલ છે. શહેરની દરેક ગલી, ચોક અને વળાકો પર એક સુંદર મદિર જોવા મળે છે. ઉજ્જૈન પ્રાચીનકાળમાં અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની, અમરાવતી, કનકશ્રૃંગા, પદ્માવતી, પ્રતિકલ્પા, ચૂડામણી વગેરે નામોથી ઓળખાતું હતું. 
 
ઉજ્જૈન તેના મંદિરોના સિવાય પણ સમ્રાટ વિક્રમાદિત્ય અને મહાકવિ કાલિદાસના કારણે પ્રખ્યાત છે. વિશ્વ પ્રસિધ્ધ નાટ્યકાર કાલિદાસે તેઓના જીવનના 50 વર્ષ અહીંયા જ વિતાવ્યાં હતાં. 
 
ઉજ્જૈનમાં પવિત્ર નદી ક્ષિપ્રા પણ વહે છે. ક્ષિપ્રાનો અર્થ થાય છે ધીમો વેગ. આ નદીના કિનારે બાર વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. 
 
જોવા જઈએ તો મ.પ્ર. ભારતનું હ્રદય સ્થળ છે અને મ.પ્ર.ની વચ્ચે આવેલું છે ઉજ્જૈન. અવંતિપુરી એટલે કે ઉજ્જૈનનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. ઇ.સ. પૂર્વે પાંચમી છઠ્ઠી સદીમાં સોળ જનપદો અને રાષ્ટ્રોમાંથી એક અવંતિ જનપદનો ઉલ્લેખ હતો. કાળગણનાનાં ક્ષેત્રમાં ઉજ્જૈન નગરનું યોગદાન અવિસ્મરણીય છે. સ્ટાન્ડર્ડ ટાઇમ માટે આજે જે મહત્તા ગ્રીનવીચ કરી છે તે ક્યારેક ઉજ્જૈનની હતી. 
 
ધર્મ અને કર્મના આ નગરના પ્રમુખ આકર્ષણ: 


આ પણ વાંચો :