શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By વેબ દુનિયા|

કુંભમેળો : શુ હોય છે કલ્પવાસ ?

કલ્પવાસનો અર્થ હોય છે સંગમના તટ પર નિવાસ કરી વેદાધ્યયન અને ધ્યાન કરવુ. પ્રયાસ ઉજ્જૈન કુંભમેળામાં કલ્પવાસનું અત્યાધિક મહત્વ માનવામાં આવે છે. કલ્પવાસ પોષ મહિનાના 11માં દિવસથી માઘ મહિનાના 12મા દિવસ સુધી રહે છે. 

કલ્પવાસ કેમ અને ક્યારથી : કલ્પવાસ વેદકાલીન અરણ્ય સંસ્કૃતિની દેન છે. કલ્પવાસનુ વિધાન હજારો વર્ષોથી ચાલી આવ્યુ છે. જ્યારે તીર્થરાજ પ્રયાગમાં કોઈ શહેર નહોતુ ત્યારે તે જમીન ઋષિઓની તપોસ્થલી હતી. પ્રયાગમાં ગંગા-જમુનાના આસપાસ ઘના જંગલ હતુ. આ જંગલમાં ઋષિ મુનિ ધ્યાન અને તપ કરતા હતા. ઋષિયોના ગૃહસ્થી માટે કલ્પાવાસનું વિધાન મુક્યુ. તેના મુજબ આ દરમિયાન ગૃહસ્થીને અલ્પકાળ માટે શિક્ષા અને દીક્ષા આપવામાં આવે છે.

કલ્પવાસના નિયમ : આ દરમિયાન જે પણ ગૃહસ્થ કલ્પાવાસનો સંકલ્પ લઈને આવે છે તે પર્ણ કુટીમાં રહે છે. આ દરમિયાન દિવસમાં એક જ વાર ભોજન કરવામાં આવે છે અને માનસિક રૂપે ધૈર્ય અહિંસા અને ભક્તિભાવપૂર્ણ રહેવામાં આવે છે.

પદ્મ પુરાણમાં તેનો ઉલ્લેખ છે. સંગમ તટ પર વાસ કરનારાને સદાચારી શાંત મનવાળા અને જિનેન્દ્રિય હોવુ જોઈએ. કલ્પવાસીનું મુખ્ય કાર્ય છે - 1. તપ 2. હોમ અને 3. દાન.

અહી ઝૂંપડીઓ (પર્ણ કુટી)માં રહેનારાઓની દિનચર્યા સવારે સ્નાન પછી સંધ્યાવદનથી શરૂ થાય છે અને મોડી રાત સુધી પ્રવચન અને ભજન કીર્તન જેવા આધ્યાત્મિક કાર્યોની સાથે સમાપ્ત થાય છે.

લાભ : એવી માન્યતા છે કે જે કલ્પવાસની પ્રતિજ્ઞા કરે છે તે આગામી જન્મમાં રાજાના રૂપમાં જન્મ લે છે. પરંતુ જે મોક્ષની અભિલાષા લઈને કલ્પાવાસ કરે છે તેને અવશ્ય મોક્ષ મળે છે. મત્સ્યધુ 106/40