મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2020-21
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (15:36 IST)

બજેટ 2020 - નિર્મલા સીતારમણે 2 કલાક 40 મિનિટ બોલીને બનાવ્યો સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ

નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે મોદી-2 સરકારના પહેલા બજેટમાં અત્યાર સુધીની સૌથી લાંબા બજેટનુ ભાષણ આપ્યુ હતુ.  આ ભાષણ બે કલાક 17 મિનિટ સુધી ચલયુ હતુ. હવે નાણાકીય મંત્રીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.  નાણાકીય વર્ષ 2020-21 માટે તેમનુ બજેટ ભાષણ બે કલાક 17 મિનિટના સમયને પાર કરીને 2 કલાક 40 મિનિટ સુધી ચાલ્યુ.  આ પહેલા પૂર્વ નાણાકીય મંત્રી જસવંત સિંહે 2003માં બે કલાક 14 મિનિટનુ બજેટ ભાષણ આપ્યુ હતુ. 
 
મનમોહનના નામે સૌથી વધુ શબ્દોવાળુ બજેટ 
 
પૂર્વ પ્રધાનમંત્રી અને નાણાકીય મંત્રી મનમોહન સિંહે 1991માં સૌથી વધુ શબ્દોવાળુ બજેટ રજુ કર્યુ હતુ. તેમના બજેટ ભાષણમાં  18,650  શબ્દ હતા.  અરુણ જેટલીની 2018ની સ્પીચમાં 18604 શબ્દ હતા. આ બીજુ સૌથી લાંબુ બજેટ ભાષણ હતુ.   તેમણે ત્રીજુ, ચોથુ અને પાંચમુ સૌથી લાબુ ભાષણ 2014, 2017 અને 2016 માં આપ્યુ. સૌથી નાનુ બજેટ ભાષણ 1977 માં એચએમ પટેલે આપ્યુ હતુ. આ અંતરિમ બજેટ હતુ.