શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2021
Written By
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2021 (18:25 IST)

Interesting facts of Budget - બજેટ વિશે આ 10 વાતો જાણો છો આપ ?

તમે જે રીતે તમારા ઘરનુ બજેટ બનાવો છો એ જ રીતે સરકાર દર વર્ષે પોતાનુ બજેટ બનાવે છે. સામાન્ય બજેટમાં સરકારની આવક અને ખર્ચનો હિસાબ-કિતાબ હોય છે. 
 
ભારતીય સવિધાનના અનુચ્છેદ 112માં યૂનિયન બજેટનો ઉલ્લેખ વાર્ષિક નાણાકીય વિગતના રૂપમાં છે. યૂનિયન બજેટમાં સરકારની આવક અને પ્રસ્તાવિત યોજનાઓ પર થનારા ખર્ચની પણ વિગત  હોય છે. 
 
કેન્દ્રીય બજેટને લાગૂ કરતા પહેલા તેને સંસદના બંને સદન (લોકસભા અને રાજ્યસભા)મા પાસ કરવા જરૂરી છે. 
 
આવો જાણીએ Union Budget વિશે 10 રસપ્રદ વાતો... 
 
1. બજેટ (Budget) ની ઉત્પતિ - બજેટ શબ્દ હકીકતમાં લૈટિન શબ્દ બુલ્ગાથી લેવામાં આવ્યો છે.  બુલ્ગાનો અર્થ છે ચામડાનો થેલો ત્યારબાદ આ શબ્દ ફ્રાંસની ભાષામાં બોઉગેટ બન્યો. ત્યારબાદ થોડી શબ્દોની ફેરબદલ પછી અંગ્રેજીમાં આ શબ્દ બોગેત કે બોજેટ બન્યો. પછી આ શબ્દ બજેટ બની ગયો. 
 
2.ભારતમાં બજેટ (Union Budget) ની શરૂઆત : : ભારતમાં પ્રથમ બજેટ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જેમ્સ વિલ્સને 18 ફેબ્રુઆરી 1860 ના રોજ રજૂ કર્યુ હતું,  જેમ્સ વિલ્સનને ભારતીય બજેટ(Budget) સિસ્ટમના જનક પણ કહેવામાં આવે છે. ભારતમાં, 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલનારા નાણાકીય વર્ષની શરૂઆત 1867 માં થઈ હતી. આ અગાઉ 1 મેથી 30 એપ્રિલ સુધી નાણાકીય વર્ષ રહેતુ હતું.
 
3. આઝાદ ભારતનું પહેલું બજેટ(Budget) : સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ (Budget) નાણામંત્રી આર કે ષણમુખમ ચેટ્ટી એ 26 નવેમ્બર
1947 માં રજૂ કર્યુ.  પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ(Budget) 28 ફેબ્રુઆરી 1950 ના રોજ જોન મથાઇએ રજૂ કર્યું.
 
ચેટ્ટીએ 1948-49ના બજેટ (Budget)માં પહેલી વાર અંતરિમ (Interim) શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે જ ટૂંકા ગાળાના બજેટ માટે
'વચગાળા(Interim)ના શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. સીડી દેશમુખ ભારતના નાણાકીય મંત્રી સાથે રિઝર્વ બેંકના (RBI) પહેલા ગર્વનર પણ હતા. 
 
4. બજેટ(Budget)નું છાપકામ:  બજેટ પેપર પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં જ  છાપવામાં આવતા હતાં. પરંતુ વર્ષ 1950 માં Budget પેપર લીક થયા
ગયા પછી તેને દિલ્હીના મિન્ટો રોડ સ્થિત સિક્યોરિટી પ્રેસમાં છાપવાનું શરૂ કર્યું. વર્ષ1980 થી પેપર નોર્થ બ્લૉકમાંથી પ્રિંટ થવા લાગ્યા. 
 
શરૂઆતમાં, બજેટ(Budget) અંગ્રેજીમાં બનાવવામાં આવતું હતું. પરંતુ વર્ષ 1955-56થી બજેટ(Budget) દસ્તાવેજો હિન્દીમાં પણ તૈયાર કરવા શરૂ થયા. વર્ષ 1955-56માં પ્રથમ વખત બજેટમાં કાળું નાણું બહાર પાડવાની યોજના રજૂ કરવામાં આવી હતી.
 
5 બજેટ(Budget) ની ગોપનીયતા : બજેટના છાપવા માટે મોકલતા પહેલા નાણાં મંત્રાલયમાં શીરો ખાવાની વિધિ કરવામાં આવે છે. શીરો ખાવાની વિધિ પછી નાણાં મંત્રાલયના અધિકારીઓ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી કોઈની સાથે સંપર્કમાં રહેતા નથી. આ સમય દરમિયાન તેઓ પોતાના પરિવારથી પણ દૂર રહે છે. આ દરમિયાન તેઓ ફક્ત નાણાં મંત્રાલયમાં જ રહે છે. બજેટ(Budget)ની ગુપ્તતા અનુસાર, નોર્થ બ્લોકમાં મોબાઇલ જેમર લગાવેલુ હોય છે. 
 
6. વડા પ્રધાને રજૂ કર્યું બજેટ (Budget): વર્ષ 1958-59 માં દેશના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ બજેટ(Budget) રજૂ કર્યું. તેનું કારણ તે હતું કે તે સમયે તેમની પાસે નાણાં મંત્રાલયની જવાબદારી હતી. Union Budget રજૂ કરનાર તે દેશના પહેલા વડા પ્રધાન હતા,  નહેરુ પછી તેમની પુત્રી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ વડા પ્રધાન રહેતા બજેટ(Budget) રજૂ કર્યું હતું.
 
7. મહિલા નાણાં મંત્રીનું બજેટ: ભારતના પ્રથમ મહિલા નાણા મંત્રી  તરીકે ઇન્દિરા ગાંધીએ 1970 માં કેન્દ્રીય બજેટ (યુનિયન બજેટ)રજુ કર્યુ હતુ. તે સમયે તે દેશના વડા પ્રધાન હતા. તેઓ નાણાં મંત્રાલયના પ્રભારી પણ હતા. ભારતના ઇતિહાસમાં તેઓ એકમાત્ર મહિલા છે, જેમણે સામાન્ય બજેટ રજુ કર્યુ હતુ. પરંતુ નિર્મલા સીતારમણ દેશની પ્રથમ મહિલા નાણામંત્રી છે. 
 
8. સૌથી વધુ વખત બજેટ રજુ કરવાનો રેકોર્ડ - દેશના પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇએ અત્યાર સુધીમાં 10 વખત બજેટ રજૂ કર્યું હતું. તેઓ 6 વખત
નાણા પ્રધાન અને 4 વખત નાયબ વડા પ્રધાન  હતા. જેમાં 2 વચગાળા(Interim Budget) ના બજેટનો પણ સમાવેશ છે. પોતાના જન્મદિવસ પર 2 વાર બજેટ રજુ કરનારા પણ તેઓ દેશના એકમાત્રા નાણામંત્રી મંત્રી રહ્યા છે. દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરીએ થયો હતો, જે 4 વર્ષમાં એકવાર આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ નાણામંત્રીના રૂપમાં 7 વખત બજેટ રજુ કરી ચુક્યા છે. 
 
9. Budget ના સમયમાં બદલાવ: 2000 સુધી અંગ્રેજી પરંપરા મુજબ બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરાતુ હતું. વર્ષ 2001માં અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકારે આ પરંપરા તોડી હતી. હવે સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. સાંજે બજેટ રજૂ કરવાનો ટ્રેન્ડ બ્રિટિશ સંસદના આધારે નક્કી કરવામાં આવ્યો હતો.
સૌ પ્રથમ વખત સવારે 11 વાગ્યે બજેટ (Budget) તત્કાલીન નાણાં પ્રધાન યશવંત સિંહાએ રજુ કર્યુ હતુ. સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવાની પરંપરા સર બેસિલ બ્લૈકેટે 1924 માં શરૂ કરી હતી.
 
10. ફરી બદલાઈ Budgetની તારીખ: વર્ષ 2017 પહેલાં બજેટ ફેબ્રુઆરી મહિનાના અંતિમ કાર્યકારી દિવસે રજૂ કરવામાં આવતુ હતું.  વર્ષ 2017 થી તેને 1 ફેબ્રુઆરી કે ફેબ્રુઆરીના પ્રથમ કામકાજી દિવસે રજુ કરવાનુ શરૂ કર્યુ.  વર્ષ 2017ના બજેટ (Budget)થી જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેલ બજેટ (Budget) ને સામાન્ય બજેટ(Budget) માં સમાયોજિત કરી એક વધુ પ્રયોગ કર્યો.