ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Modified: મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (14:12 IST)

Rail Budget 2022: બજેટમાં છુક છુક કરી દોડી જેલ, ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન ચલાવાશે, જાણો મહત્વપૂર્ણ વાતો

Railway Budget 2022: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman)એ આજે સામાન્ય બજેટ (Union Budget 2022) રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય મુસાફરોને લગતી નવી રેલ્વે સુવિધાઓની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન (Vande Bharat Trains) ચલાવાશે. શહેરી પરિવહનને રેલવે માર્ગ દ્વારા જોડવામાં આવશે. આ સાથે ગતિશક્તિ માસ્ટર પ્લાનને પણ નવો લુક આપવામાં આવશે. 25000 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગો તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે. આ સાથે 8 નવા રોપ-વે બનાવવામાં આવશે.
 
 
આ પહેલા નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે આ બજેટથી ભારતને આગામી 25 વર્ષ માટે પાયો મળશે. આગામી નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ 9.2% રહેવાની ધારણા છે. નાણામંત્રીએ કહ્યું કે વર્તમાન વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ 9.2% રહેવાનો અંદાજ છે. આ મોટી અર્થવ્યવસ્થામાં સૌથી વધુ છે. નાણામંત્રીએ કહ્યું કે દેશમાં મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે પીએમ ગતિ શક્તિ-નેશનલ માસ્ટર પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. પીએમ ગતિશક્તિ(PMGatiShakti)માસ્ટર પ્લાનમાં આર્થિક પરિવર્તન, નિર્વિધ્ન મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા માટે 7 એન્જિનનો સમાવેશ થશે.
 
ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ્વેને છેલ્લા એક વર્ષમાં 26 હજાર 338 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે ગયા વર્ષે કેન્દ્ર સરકારે રેલ્વે માટે રેકોર્ડ 1,10,055 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. રેલ બજેટમાં રેકોર્ડ 7,000 કિલોમીટરના રેલ્વે ટ્રેકનું વિદ્યુતીકરણનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.