1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Updated : મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (16:25 IST)

સુરતના હીરા ઉદ્યોગને બુસ્ટર ડોઝ, કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટી ઘટાડીને 5% કરી દેવાતા મોટો લાભ થશે

Surat's diamond industry
કોરોના સંક્રમણને કારણે વિદેશ સાથે સંકળાયેલા ડાયમંડ ઉદ્યોગો પર સૌથી મોટી અસર થઈ હતી. જેને લઇને કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઉદ્યોગકારોની ઘણી બધી અપેક્ષાઓ હતી. જેને કારણે ડાયમંડ ઉદ્યોગ ફરી એક વખત પાટે ચડી શકે અને જે રીતે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં જે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને લઈને મહત્વના નિર્ણય લેવાયા છે. તેને કારણે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટી ઘટાડીને 5% કરી દેવાતા મોટો લાભ થયો છે.ડાયમંડ ઉદ્યોગમાં રફ અને પોલીશ્ડ ડાયમંડ ઉપર 7.5% ડ્યુટી વસૂલવામાં આવતી હતી. તેના કારણે ડાયમંડ ઉધોગને આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું હતું. ડાયમંડ ઉદ્યોગ દ્વારા ડ્યુટીને 2.5 કરવાની ડિમાન્ડ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આજે બજેટમાં ડાયમંડ ઉપર લાગતી ડ્યુટી 5% કરી દેવાતા ઉદ્યોગકારોએ તેને આનંદભેર સ્વીકારી લીધી છે.ઇઝરાયેલથી આવતા હાફ કટ ડાયમંડ ઉપર પણ 7.5 ડ્યુટી વસૂલવામાં આવતી હતી. પરંતુ તેના ઉપર હવે ઝીરો ટકા કરી દેવાતા નાના ઉદ્યોગકારોને સૌથી મોટો ફાયદો થશે. નાના ઉદ્યોગકારોને આ નિર્ણયથી ખૂબ મોટો લાભ થઈ શકે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા નાના નાના ઉદ્યોગકારોને તેનો સૌથી વધુ લાભ થશે તેવું ઉધોગકારો માની રહ્યા છે.