ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. યૂનિયન બજેટ 2024
Written By
Last Updated : ગુરુવાર, 11 જુલાઈ 2024 (15:46 IST)

NPS in Budget 2024: કરોડો કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ, પેશનમાં અડધી સેલેરી આપવાની તૈયારીમાં સરકાર, આવી શકે છે મોટો નિર્ણય

વિપક્ષ લાંબા સમયથી ઓલ્ડ પેંશન સ્કીમ  (Old Pension Scheme) નુ સમર્થન કરતુ રહ્યુ છે. અનેક રાજ્યોમાં વિપક્ષ ની સરકારને જૂની પેંશન સ્કીમ પરત લાવવાનુ વચન પણ આપ્યુ છે. મોદી સરકાર તેના પક્ષમાં લાગતા નથી. પણ કર્મચારીઓને ઉચ્ચ પેશન આપવા માટે રાષ્ટ્રીય પેંશન યોજના એટલે કે એનપીએસ (NPS) માં ફેરફાર ની તૈયારી લાંબા સમયથી ચાલી રહી છે.  આશા છે કે સરકાર 23 જુલાઈના રોજ રજુ થનારા બજેટમાં આ સાથે જોડાયેલ મોટી જાહેરાત કરી શકે છે.  સરકાર એનપીએસમાં ગેરંટેડ રિટર્ન ઓફર કરી શકે છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાની એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેંશનનુ રૂપ પોતાની અંતિમ સેલેરીની 50 ટકા રકમ મળવાનુ વચન આપી શકાય છે. 
 
વર્તમાન સ્કીમમાં પણ 25-30 વર્ષ સુધી નિવેશિત રહેનારા કર્મચારીઓને સારુ રિટર્ન મળી રહ્યુ છે. ખાસ કરીને એ કર્મચારીઓને જે 2004 પછી ભરતી થયા છે. રિપોર્ટ મુજબ સોમનાથન સમિતિએ પેંશનની આંતરરાષ્ટ્રીય પ્રેકટિસ સાથે આંધ્રપ્રદેશ સરકારની પેંશન પોલીસીનો પણ અભ્યાસ કર્યો છે.. આ સમિતિએ ગેરેંટેડ રિટર્નના પ્રભાવનુ આકલન કર્યુ છે.