ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : સોમવાર, 20 જૂન 2022 (12:25 IST)

Agneepath Yojana- અગ્નિપથ યોજના શું છે?

Agneepath
Agneepath Yojana- ભારતીય સેનાની ત્રણ શાખાઓ - આર્મી, નેવી અને એરફોર્સમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુવાનોએ માત્ર ચાર વર્ષ માટે જ સંરક્ષણ દળમાં સેવા આપવાની રહેશે. પગાર અને પેન્શનનું બજેટ ઘટાડવા માટે સરકારે આ પગલું ભર્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે ત્રણેય સેના પ્રમુખોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ યોજનાની જાહેરાત કરી છે. 90 દિવસમાં પ્રથમ ભરતી રેલી યોજાશે.

અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.
 
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ યોજના રોજગારની તકો વધારશે અને દેશની સુરક્ષાને મજબૂત કરશે.
 
સંરક્ષણમંત્રીએ યુવાનોને અગ્નિવીર બનવા અપીલ કરી હતી. ચાર વર્ષની સેવા બાદ રાખવામાં આવેલા 25 ટકા સૈનિકો અગ્નિવીર કહેવાશે.
 
આ દરમિયાન નૅવી ચીફ એડમિરલ આર. હરિકુમારે કહ્યું કે આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45,000 યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સેનાના અગ્નિવીરોમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે.
 
અગ્નિપથ હેઠળ ભરતી કરાયેલા યુવાનોને આગળ જાળવી રાખવા માટે છ મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે.
 
તેમનો પગાર લગભગ 40 હજાર રૂપિયા જેટલો હશે. આ યોજનાની જાહેરાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે આ યોજના તમામ સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા અને પરામર્શ કર્યા પછી લાવવામાં આવી છે.
 
અગ્નિપથ યોજના હેઠળ આગામી 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં ભરતી શરૂ થશે. નવા અગ્નિવીરોની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે. 
 
સંરક્ષણમંત્રાલયે કહ્યું છે કે, "'અગ્નિપથ' એ આર્મી, ઍરફોર્સ અને નૅવીમાં ભરતી માટે સમગ્ર ભારતમાં મેરિટ આધારિત ભરતી યોજના છે. આ યોજના યુવાનોને સશસ્ત્ર દળોની નિયમિત કૅડરમાં સેવા કરવાની તક પૂરી પાડશે."
 
"અગ્નિવીરોની તાલીમ અવધિ સહિત 4 વર્ષના સેવા સમયગાળા માટે સારા નાણાકીય પૅકેજ સાથે ભરતી કરવામાં આવશે. ચાર વર્ષ પછી, કેન્દ્રીય અને પારદર્શક સિસ્ટમના આધારે 25 ટકા જેટલા અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે."
 
"100 ટકા ઉમેદવારો નિયમિત કૅડરમાં ભરતી માટે સ્વયંસેવક તરીકે અરજી કરી શકે છે."
 
સંરક્ષણમંત્રાલયના જણાવ્યા અનુસાર, "અગ્નિપથ યોજના તમામ અગ્નિવીરોને દર મહિને 30,000 રૂપિયા અને ચોથા વર્ષમાં 40,000 રૂપિયા સુધીનું આકર્ષક માસિક પૅકેજ આપવામાં આવશે. ચાર વર્ષ પૂરાં થવા પર તમામ ઉમેદવારો માટે વ્યાપક નાણાકીય પૅકેજ 'સેવા નિધિ'ની પણ જોગવાઈ છે.
 
આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45000 યુવાનોની ભરતી કરવામાં આવશે
વાઇસ ચીફ ઑફ સ્ટાફ બીએસ રાજુના કહેવા પ્રમાણે, "90 દિવસની અંદર પહેલી રેલી યોજાશે, 180 દિવસની અંદર પસંદ થયેલા યુવાનો સૈન્ય તાલીમકેન્દ્ર પહોંચશે અને એક વર્ષમાં પહેલી ટુકડી ભરતી થઈ જશે."
 
આઈટીઆઈ તથા ડિપ્લોમા સંસ્થાઓમાંથી પણ ભરતી કરવામાં આવશે, જેથી કરીને ટેકનિકલ જ્ઞાનવાળાંકામો માટે જરૂરી માનવબળ મળી રહે.

ભારતીય સેનાની ત્રણ શાખાઓ - આર્મી, નેવી અને એરફોર્સમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુવાનોએ માત્ર ચાર વર્ષ માટે જ સંરક્ષણ દળમાં સેવા આપવાની રહેશે. પગાર અને પેન્શનનું બજેટ ઘટાડવા માટે સરકારે આ પગલું ભર્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે ત્રણેય સેના પ્રમુખોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ યોજનાની જાહેરાત કરી છે. 90 દિવસમાં પ્રથમ ભરતી રેલી યોજાશે.