શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 16 જૂન 2022 (12:32 IST)

Defence Jobs Agneepath Yojana - ત્રણ સેનાઓમાં થશે અગ્નિવીરોની ભરતી, સ્થાયી સૈનિકોની જેમ મળશે એવોર્ડ-મેડલ, પણ નહી મળે પેંશન

Defence Jobs Agneepath Yojana
ભારતીય સેનાની ત્રણ શાખાઓ - આર્મી, નેવી અને એરફોર્સમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુવાનોએ માત્ર ચાર વર્ષ માટે જ સંરક્ષણ દળમાં સેવા આપવાની રહેશે. પગાર અને પેન્શનનું બજેટ ઘટાડવા માટે સરકારે આ પગલું ભર્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે ત્રણેય સેના પ્રમુખોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ યોજનાની જાહેરાત કરી છે. 90 દિવસમાં પ્રથમ ભરતી રેલી યોજાશે.
 
ડિપાર્ટમેંટ ઓફ મિલિટ્રી અફેયર્સ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી અગ્નિપથ ભરતી યોજનાને અગાઉ 'ટૂર ઑફ ડ્યુટી' નામ આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ ટૂંકા ગાળા માટે વધુ સૈનિકોની ભરતી કરવામાં આવશે. વિભાગ પોતે પણ તેનો અમલ કરશે. સરકારે પોતાના ખર્ચાઓમાં ઘટાડો કરવા અને સંરક્ષણ દળમાં યુવાનોની સંખ્યા વધારવા માટે આ યોજના દાખલ કરી છે.
 
આવુ હશે સેલેરી સ્ટ્ર્ક્ચર 
 
પહેલા વર્ષે વાર્ષિક પેકેજ - 4.76 લાખ
ચોથા વર્ષ સુધી પેકેજ 6.92 લાખ થઈ જશે 
રિસ્ક અને મુશ્કેલીઓના આધારે બાકીના અલાયંસ મળતા રહેશે 
 
સેલેરીમાં 30% યોગદાન અગ્નિવીર કરશે એટલુ જ સરકાર કરશે 
4 વર્ષ પૂરા થયા પછી 11.7 લાખ રૂપિયા મળશે 
જેમા ઈનકમ ટેક્સમાં છૂટ મળશે 
 
દર વર્ષે 45 હજાર યુવાનોની થશે ભરતી 
અગ્નિપથ હેઠળ દર વર્ષે લગભગ 45,000 યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવકોની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચે હશે. તેમને ચાર વર્ષ સુધી સેનામાં સેવા કરવાની તક મળશે. આ ચાર વર્ષમાં સૈનિકોને 6 મહિના માટે પાયાની તાલીમ આપવામાં આવશે. જવાનોને 30 હજારથી 40 હજાર સુધીનો પગાર અને અન્ય લાભો આપવામાં આવશે. તેઓ ત્રણેય સેવાઓના કાયમી સૈનિકોની જેમ પુરસ્કારો, ચંદ્રકો અને વીમા કવચ મેળવવા માટે હકદાર રહેશે. વીમા કવચ 44 લાખ રૂપિયાનું હશે.
 
25% અગ્નિવીરોને આગળ સેવા કરવાની તક મળશે
ચાર વર્ષ પૂરા થયા પછી, માત્ર 25% 'અગ્નિવીર'ની જ કાયમી કેડરમાં ભરતી કરવામાં આવશે. જે સૈનિકો ચાર વર્ષ પછી પણ સેનામાં સેવા આપવા માંગે છે, તેમને મેરિટ અને મેડિકલ ફિટનેસના આધારે તક મળશે. જે સૈનિકોને સ્થાયી કેડર માટે પસંદ કરવામાં આવશે તેમણે 15 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવાનો રહેશે. પ્રથમ ચાર વર્ષ કરાર હેઠળ રહેશે, તેથી તેનું પેન્શન મળશે નહીં.
 
જે 75% અગ્નિવીર આ યોજનામાંથી બહાર રહેશે તેમને સર્વિસ ફંડ પેકેજ આપવામાં આવશે. 11-12 લાખ રૂપિયાના આ પેકેજને આંશિક રીતે અગ્નિવીરોના માસિક યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ સિવાય તેમને કૌશલ્ય પ્રમાણપત્રો અને બેંક લોન દ્વારા અન્ય કેરિયર શરૂ કરવામાં મદદ કરવામાં આવશે.