રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 માર્ચ 2022 (13:14 IST)

Ukraine Russia War: વાયુસેના પણ ઓપરેશન ગંગામાં સામેલ, યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢશે C-17 વિમાન

Ukraine Russia War Updates: યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાનુ અભિયાન ઝડપી કરતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે  યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલ ઓપરેશન ગંગામાં વાયુસેનાને પણ જોડાવવાનો આદેશ આપ્યો છે.  વાયુસેનાના હવાઈ જહાજના જોડાવવાથી ભારતીયોના પરત ફરવાની ગતિમાં વેગ આવશે. આ સાથે જ ભારતમાંથી મોકલવામાં આવી રહેલ રાહત સામગ્રી પણ વધુ ઝડપથી પહોચશે. ભારતીય વાયુ સેનાના અનેક C-17 વિમાન આજે ઓપરેશન ગંગા હેઠળ ઉડાન શરૂ કરી શકે છે. 

blockquote class="twitter-tweet">

The first flight out of Poland under Operation Ganga has departed from the Rzeszow Airport. We will not rest till we bring back every Indian. #General_In_Poland #OperationGanga pic.twitter.com/3lfOO8KgES

— General Vijay Kumar Singh (@Gen_VKSingh) March 1, 2022
 
ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધી ભારતીય વિમાન 1500ના લગભગ લોકોને યુક્રેનથી પરત લાવી ચુક્યુ છે. હંગરી, ભારત સરકાર પોલેન્ડ, સ્લોવાકિયા સહિત 5 દેશો મારફતે પોતાના નાગરિકોને ઘરે લાવવાનું કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 6 ફ્લાઈટ ભારતીયોને લઈને આવી છે. આ અભિયાનને વેગ આપવાના હેતુથી કેન્દ્ર સરકારે એરફોર્સને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. લોકોને C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવશે. આ પહેલા સોમવારે પીએમ નરેન્દ્ર મોદીએ જ્યોતિરાદિત્ય સિંધિયા, વીકે સિંહ, હરદીપ સિંહ પુરી અને કિરેન રિજિજુને આ અભિયાનમાં જોડાવા માટે કહ્યું હતું. બચાવ કામગીરીની દેખરેખ માટે તમામ મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેવા કહેવામાં આવ્યું હતું.