શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Updated : મંગળવાર, 1 માર્ચ 2022 (15:45 IST)

દુખદ:- યુક્રેનના ખારકીવમાં રશિયન હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે

દરમિયાન આ દુઃખદ સમાચાર આવ્યા છે. નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયાના હુમલા દરમિયાન એક ભારતીય નાગરિકનું પણ મોત થયું છે. યુક્રેન યુદ્ધમાં પ્રથમ ભારતીય નાગરિક 
 
માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વિટ કરીને આજે સવારે યુક્રેનના ખાર્કિવમાં થયેલા હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીના 
 
મોતની પુષ્ટિ કરી છે. 
 
યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંમદ બાગચીને આ જાણકારી આપી છે.
 
તેમણે ટ્વીટમાં લખ્યું કે "બહુ દુ:ખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખારકિએવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે."
 
તેમણે કહ્યું કે મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે અને અમે એમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
 
આ વિદ્યાર્થી કર્નાટકનો રહેવાસી હતો તેમની ઉમ્ર 21 વર્ષ હતી.  તે કર્નાટકના ચલાગોરી નિવાસી છે. નવીન  શેખરપ્પા  નામ છે.