રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (18:14 IST)

EPFO: ઈપીએફઓનો મોટો નિર્ણય, જન્મ તિથિ માટે પ્રુફના રૂપમાં આધાર કાર્ડની માન્યતા ખતમ

adhar card
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા આ સંબંધમાં 16 જાન્યુઆરીના રોજ એક સર્કુલર રજુ કરવામાં આવ્યુ છે. 
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા 'UIDAI'ને આધાર કાર્ડ અંગે ઉપરોક્ત સૂચનાઓ આપવા માટે કહેવામાં આવ્યું હતું.
 
શ્રમ મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન 'EPFO' એ આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય લીધો છે. ઈપીએફઓમાં કોઈપણ કાર્ય માટે હવે જન્મ તારીખના પ્રુફના રૂપમાં આધાર કાર્ડની માન્યતા ખતમ કરવામાં આવી છે. મતલબ હવે આધાર કાર્ડનો ઉપયોગ, જન્મતારીખને અપડેટ કરાવવા કે તેમા ભૂલચૂકને ઠીક કરાવવા મટે નહી શકે. ઈપીએફઓએ આધાર કાર્ડને પોતાના માન્ય દસ્તાવેજોની યાદીમાંથી બહાર કરી દીધુ છે. 
 
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા આ સંબંધમાં 16 જાન્યુઆરીના રોજ એક સર્કુલર રજુ કરવામાં આવ્યુ છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ યૂઆઈડીએઆઈની તરફથી આધાર કાર્ડને લઈને ઉપરોક્ત આદેશ રજુ કરવાનુ કહેવામાં આવ્યુ હતુ.  ત્યારબાદ જ ઈપીએફઓએ જન્મ તારીખમાં ફેરફાર માટે આધાર કાર્ડની માન્યતા ખતમ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ આધાર કાર્ડને ઈપીએફઓના માન્ય દસ્તાવેજોની લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યુ છે. 
 
આ દસ્તાવેજોનો થશે ઉપયોગ 
ઈપીએફઓ મુજબ જન્મ તારીખ માટે પ્રુફ માટે દસમા ધોરણનુ સર્ટિફિકેટ ઉપયોગમાં લઈ શકાય છે. એટલુ જ નહી કોઈ સરકારી બોર્ડ કે યૂનિવર્સિટી દ્વારા રજુ કરવામાં આવેલ માર્કશીટ પણ આ કામ માટે ઉપયોગમાં લઈ શકાય છે. 
શાળા છોડતી વખતે આપવામાં આવનારા પ્રમાણપત્ર અને ટ્રાંસફર સર્ટિફિકેટના માધ્યમથી પણ જન્મતારીખમાં ફેરફાર થઈ શકશે.  એટલુ જ નહી જો સિવિલ સર્જને એવુ કોઈ મેડિકલ પ્રમાણપત્ર રજુ કર્યુ છે જેમા જન્મતિથિ અંકિત છે તો તેને પણ ઈપીએફઓ માન્યતા આપશે.  સાથે જ પાસપોર્ટ, પૈન નંબર, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને  પેશન દસ્તાવેજને પણ માન્યતા આપવામાં આવી છે.  આધાર કાર્ડને ફક્ત ઓળખ પ્રમાણપત્ર અને નિવાસ સ્થાનના પ્રમાણ પત્રના રૂપમાં ઉપયોગમાં લેવુ જોઈએ. 
 
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો નિર્ણય 
2018 માં સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લઈને એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. પોતાના નિર્ણયને હાઈકોર્ટે કહ્યુ હતુ કે આધાર કાર્ડનો ઉપયોગ ક્યા થશે અને ક્યા નહી.  હાઈકોર્ટે કહ્યુ હતુ કે બેંક એકાઉંટ અને મોબાઈલ નંબરને આધાર સાથે જોડવાની કોઈ જરૂર નથી. યૂજીસી, સીબીએસઈ, નિફ્ટ અને કોલેજ વગેરે સંસ્થાન, આધાર કાર્ડ પર લખેલ નંબરની માંગ કરી શકતા નથી.   શાળામાં પ્રવેશ માટે આધાર નંબરનો ઉપયોગ જરૂરી રહેશે નહીં. બાળકનું આધાર અપડેટ થયેલું નથી એ હકીકતનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ નકારવાના કારણ તરીકે કરી શકાતો નથી. ખાનગી કંપનીઓ આધાર કાર્ડની માંગણી કરી શકશે નહીં. તે સમયે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. ભૂષણે કહ્યું કે, આ એક એવો નિર્ણય છે જે સામાન્ય માણસને રાહત આપે છે. પ્રાઈવેટ કંપનીઓ, અધાર કાર્ડની માંગ કરી શકતી નથી.  સુપ્રીમ કોર્ટે બેંક અને ટેલિકોમમાં આધાર કાર્ડને ગેરબંધારણીય જાહેર કર્યુ છે.