શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (15:38 IST)

બહેનજીનો પ્રેમ ફક્ત પૈસા માટે, મોદીજીનો પ્રેમ આખા દેશ સાથે - રાજનાથ સિંહ

યૂપી વિધાનસભા ચૂંટણીના ચોથા ચરણ માટે મતદાન આવતીકાલે થવાનુ છે. આ દરમિયાન બધી પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે અખિલેશ સરકાર પર હુમલો કરતા ગોંડામાં કહ્યુ કે તેઓ બહાનાના મુખ્યમંત્રી છે. કામ નથી કર્યુ કર્યુ અને બોલે છે કામ બોલતા હૈ.... તેમને સપા પર નિશાન સાધતા કહ્યુ કે કામ નહી તેમના કરતૂતો બોલી રહ્યા છે. બે બે મંત્રી દુરાચારી છે. આ છે સપા સરકારની લાચારી. 
 
બસપા પર તીખો વાર કરતા મોદીને નેગેટિવ મેન કહેનારી બસપાની બહનજીને ફક્ત પૈસા પ્રત્યે પ્રેમ છે અને પ્રધાનમંત્રીને આખા દેશ સાથે પ્રેમ છે.  બસપા અને સપાએ ખેડૂતો માટે શુ કર્યુ.  કર્જ પણ માફ ન કર્યુ. જો અમારી સરકાર આવે છે તો અમે ખેડૂતોને એક વર્ષ સુધી શૂન્ય વ્યાજ પર કર્જ આપીશુ. 
 
તેમણે આગળ કહ્યુ અખિલેશને કામ વિશે પૂછતા કહે છે કે ચાચા અને પિતા કામ કરવા દેતા નથી.  ખાટલો ઊંઘવા માટે હોય છે કે જનસભા કરવા માટે હોય છે.  જ્યારે ખાટ સભાથી કામ ન બન્યુ તો કૂદીને સાઈકલ પર બેસી ગયા અને સાઈકલને મુલાયમ સિંહે પંચર કરી નાખી.  અમને તો ખાટ સભા પર દયા આવે છે.  તેમને આગળ કહ્યુ કે વીજળી તો નથી આવતી પણ બળ જરૂર આવે છે. 
 
ઉલ્લેખનીય છે કે આવતીકાલે 53 સીટો પર ચોથા ચરણનું મતદાન થવાનુ છે.