શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Updated : મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (14:58 IST)

International Kite Festival 2019: 45 દેશના 150 પતંગબાજ આ વખતે પતંગ મહોત્સ્વને બનાવી રહ્યા છે ખાસ.. જુઓ ફોટા

આમ તો ઉત્તરાયણ આખા ગુજરાતમાં ઉજવાય છે. પણ અમદાવાદ, વડોદરા, રાજકોટમાં તેની જુદી જ ઘૂમ જોવા મળે છે. કારણ કે આ દરમિયાન અહી થાય છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સ્વનુ આયોજન. જેમા દેશના ખૂણે ખૂણેથી લોકો ભાગ લે છે. 6 જાન્યુઆરીથી શરૂ થયેલ આ તહેવારમાં  આ વખતે 45 દેશોના મહેમાનોએ ભાગ લીધો. ગુજરાતમાં તાજેતરમાં જ બનેલ સ્ટેચ્યુ ઓફ યૂનિટી ઉપરાંત 11 શહેરોના પર્યટન સ્થળો પર પણ પતંગ મહોત્સવનુ આયોજન કરવામાં આવી રહ્ય છે.  અમેરિકા, બ્રિટન, કંબોડિયા અને નેપાળ સાથે જ 150 હરીફો આ મહોત્સવનો ભાગ બનવા ગુજરાત પહોંચી ચુક્યા છે.  
આકાશમાં પતંગનો મેળો  
 
મહોત્સવ દરમિયાન આકાશમાં જુદા જુદા આકાર અને ડિઝાઈનવાળા પતંગને ઉડતા જોઈ શકાય છે. મોટી મોટી  આકાર અને ડિઝાઈનવાળા પતંગોને ઉડતી જોઈ શકાય છે.  મોટી મોટી પતંગોને લઈને ડરામણા ડ્રેગન ઘોડા, બલૂન ફ્રૂટ્સ બીજી પણ અનેક પ્રકારની પતંગો આકાશમાં ઉડતી જોવા મળી છે. હરીફો એકબીજાની પતંગ બેશક કાપતા દેખાય રહ્યા છે.  છતાપણ તેમા ઉત્સાહનુ વાતાવરણ કાયમ રહે છે.  લોકો આ હરિફાઈને જીતવા માટે પોતાની પસંદગીના પતંગવલાઓ પાસેથી મજબૂત દોરા બનાવડાવે છે. વા6સ મજબૂત માંઝાથી તૈયાર પતંગોથી પેચ લડાવવા સહેલા નથી હોતા.  આમ તો જૂના શહેરમાં પતંગ બજારના નામથી આખુ એક માર્કેટ જ છે. જે મહોત્સવ દરમિયાન સમગ્ર 24 કલાક ખુલા રહે છે. 
પતંગ મહોત્સવનુ યોગદાન 
 
દેશ વિદેશમાં જાણીતા ગુજરાતના પતંગ ઉત્સવથી લગભગ 2 લાખથી વધુ લોકોને રોજગાર મળી રહ્યો છે. સાથે જ તેનાથી દર વર્ષે કરોડોનો ટર્ન ઓવર પણ મળે છે. ફેસ્ટિવલ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ અને કળા સાથે પણ રૂબરુ થવાની તક મળે છે. 
આ દેશોમાંથી આવ્યા છે પતંગબાજ 
 
ઈગ્લેંડ, અર્જેંટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, બેલારૂસ, બેલ્જિયમ, બુલ્ગારિયા, કંબેડિયા, કનાડા, ફ્રાંસ, ઈંડોનેશિયા, ઈઝરાયેલ, ઈટલી,  મકાઉ, સ્વિટરઝરલેંડ જેવા દેશોના 150 પતંગભાજ ભાગ લઈ રહ્યા છે. 
ઈતિહાસ 
પતંગ ઉડાવાઅની પરંપરા પર્સિયાથી આવેલ મુસ્લિમ વેપારીઓ અને ચીનથી આવેલ બૌદ્ધ લોકોની દેન છે. એવુ કહેવાય છે કે નવાબોના જમાનામાં પતંગ ઉડાવવુ મનોરંજનનુ એક સારુ માધ્યમ રહેતુ હતુ. પણ આજે દરેક પતંગ મહોત્સ્વમાં ભાગ લઈ રહ્યા છે. જો તમે પણ જાન્યુઆરીમાં ગુજરાત યાત્રા પર છો તો તમે કોઈપણ રોકટોક વગર તેમા ભાગ લઈ શકો છો.