બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Updated : બુધવાર, 12 જાન્યુઆરી 2022 (16:11 IST)

Makar Sankranti 2022 : મકર સંક્રાતિ પર શુ કરવુ શુ ન કરવુ ?

મકર સંક્રાતિ પર શુ કરવુ શુ ન કરવુ એ જાણીને તમે તમારા જીવનના બધા કષ્ટોથી મુક્તિ મેળવી શકો છો. મકર સંક્રાતિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વનો માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવના ઘર મકર રાશિમાં પ્રવેશ કરે છે. તો ચાલો જાણીએ મકર સંક્રાતિના દિવસે શુ કરવુ શુ ન કરવુ   

 
મકર સંક્રાતિ પર શુ કરવુ  ? 
 
1. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો તમે આવું ન કરી શકો તો તમારા નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો.
2. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે. તેથી, મકરસંક્રાંતિના દિવસથી, આગામી મકરસંક્રાંતિ સુધી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સંકલ્પ લેવો. 
3.મકર સંક્રાતિના દિવસે ભગવાન સૂર્ય સાથે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવન શિવની પૂજા પણ જરૂર કરો. 
4. આ દિવસે તમારા પિતાને કોઈક ભેટ જરૂર આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લો. કારણ કે આ દિવસે સૂર્યદેવ શનિદેવની રાશિ મકરમાં ગોચર કરે છે અને શાત્રો મુજબ સૂર્યદેવ ભગવાન શનિના પિતા છે 
5. મકરસંક્રાંતિના દિવસે તમારે આખા પરિવાર સાથે બેસીને ખીચડી ખાવી જોઈએ અને તમારે તલમાંથી બનેલી વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ.
6. આ દિવસે સાવરણી ખરીદો અને તેને તમારા ઘરે લાવો. એવી માન્યતા છે કે આ દિવસે ઘરમાં સાવરણી લાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે.  
 
7. મકરસંક્રાંતિના દિવસે તમારા સોનાના આભૂષણોને ગંગાજળથી ધોઈ લો અને હળદર લગાવીને સાંજે  પહેર્યા પછી સાંજે તિજોરીમાં મુકી દો. .
 8. તમારે મકરસંક્રાંતિના દિવસે ગૌશાળામાં જઈને ગાયોની સેવા કરવી જોઈએ અને તુલસીના ચૌદ છોડ પણ રોપવા જોઈએ.  
 9. આ દિવસે ચૌદ વસ્તુઓનું દાન કરવુ જોઈએ. જો બની શકે  તો મંદિરમાં ચૌદ વસ્તુઓનું દાન કરો. 
10. મકર સંક્રાંતિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને તલ અને ખીચડીનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે આપવામાં આવેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. 
મકર સંક્રાતિ પર શુ ન કરવુ  
 
1.  સ્ત્રીઓએ મકર સંક્રાતિના દિવસે માથુ ધોવાનું ટાળવુ જોઈએ. પુણ્યકાળમાં દાંત બ્રશ ન કરવા જોઈએ. 
2. મકર સંક્રાંતિના દિવસે કોઈ ભિખારી, સાધુ કે ગરીબને ઘરેથી ખાલી હાથે ન જવા દો.
3 . મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ ગુસ્સો ન કરવો જોઈએ. આ દિવસે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ. બીજા સાથે સારી ભાષામાં જ વાત કરવી જોઈએ 
4  આ દિવસે ઘરની અંદર કે બહાર કોઈ ઝાડની કે છોડની કાપ-કૂપ ન કરવી જોઈએ. જો સૂર્યદેવની કૃપા ઈચ્છતા હોવ તો સંધ્યાકાળમાં જ અન્નનું સેવન કરો.  
5  મકર સંક્રાંતિના દિવસે કોઈપણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. દારુ, સિગરેટ, ગુટખા વગેરેના સેવનથી દૂર રહેવુ જોઈએ. આ દિવસે મસાલેદાર ભોજન પણ લેવાનું ટાળવુ જોઈએ  
6  ગામમાં જો તમારી પાસે ગાય-ભેંસ હોય તો શક્ય હોય તો આ દિવસે તેમનું દૂધ કાઢવાનું ટાળો. 
7 મકર સંક્રાંતિ પ્રકૃતિ સાથે જોડાયેલો તહેવાર છે. આથી ખેડૂતો જો આ દિવસે પાકની લણણી કરવાનું વિચારતા હોય તો તેમણે બીજો દિવસ પસંદ કરવો જોઈએ.