શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (16:28 IST)

Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર ખુલી જશે આ 5 રાશિઓનુ ભાગ્ય, ધન લાભ સાથે વધશે માન-સન્માન

- 15 જાન્યુઆરીથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે
-   આ દિવસથી આ રાશિના જાતકોના સારા દિવસ શરૂ 

 
Makar Sankranti 2024 Zodiacs Sign: મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. આ દિવસનુ  સનાતન ધર્મમાં વિશેષ હત્વ હોય છે.  આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે. આ તહેવાર કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે. 
 
સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકરસંક્રાંતિ ઉજવાય છે. નવા વર્ષનો સૌથી પહેલો તહેવાર મકરસંક્રાંતિ હોય છે જે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. મકરસંક્રાંતિ કેટલીક રાશિઓ માટે ખૂબ સારી રહેશે. આ દિવસથી આ રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઈ જશે. 
 
મેષ રાશિ - સૂર્યના મકર રાશિમાં આવવાથી મેષ રાશિના જાતકોને ખૂબ જ શુભ પરિણામ મળશે. કરિયરમાં તમારી મહેનતનુ ફળ જરૂર મળશે. તમે જીવનમાં ખૂબ આગળ વધશો. તમારી સાથે સાથે ત મારા પિતાનો પણ પ્રોગ્રેસ થશે. 
 
મિથુન રાશિ - સૂર્યના ગોચરથી મિથુન રાશિના લોકોને શુભ ફળ મળશે. આ રાશિના લોકોનુ આરોગ્ય સારુ રહેશે.  તમારી આયુમાં વૃદ્ધિ થશે. આ રાશિના લોકોને મિત્રોનો પુરો સહયોગ મળશે. 
 
કર્ક રાશિ - સૂર્યનુ ગોચર કર્ક રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં ખુશીઓ લઈને આવશે. જીવનસાથી સાથે તમારો તાલમેલ પહેલાથી વધુ મજબૂત થશે. તમારા જીવનમાં ખુશહાલી આવશે. તમને જમીન મકાન અને વાહનનુ સુખ મળવાની શક્યતા છે. 
 
ધનુ - સૂર્યના આ રાશિ પરિવર્તનથી  તમને તમારી સંપત્તિ વધારવાના અનેક ઉપાયો મળશે. તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રેમ સંબંધોમાં સૂર્યના રાશિ પરિવર્તનથી તમને પૂરો લાભ મળશે.
 
મીનઃ- સૂર્યના આ ગોચરને કારણે મીન રાશિના લોકોને સારી આવક થશે. તમને આવકના નવા સ્ત્રોત પણ મળશે અને તમારી અધૂરી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે.