1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

જામ્યો છે રંગ... ઉમંગોની પતંગોને સંગ..

P.R

સાબરમતી રિવરફ્રંટ અને પતંગોત્સવે ભારે આકર્ષણ જગાવ્યુ છે. રાજ્યપાલ કમલાજીએ વિધિવત રીતે પતંગોત્સવનું ઉદ્દઘાટન કર્યુ હતુ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પતંગ ચગાવીને સૌને રોમાંચિત કરી દીધા હતા.

ઉત્તરાયણ ભલે 14-15મી હોય પણ ગુજરાતની ગલીઓમાં તો ઉત્તરાયણ આવી જ ગઈ છે. રંગબેરંગી પતંગો અને મજબૂત દોરાઓનો વેપાર ધમધોકાર ચાલી રહ્યો છે. કહેવામાં અતિશયોકિત કહેવાશે. પણ એક વાત તો છે કે તહેવારોની મજા જે ગુજરાતમાં જોવા મળે છે તે કદાચ જ દેશના બીજા કોઈ શહેરમાં જોવા મળતી હશે. એ પછી નવલી નવરાત્રિ હોય, પ્રકાશિત તહેવાર દિવાળી હોય કે રંગબેરંગી પતંગોનો તહેવાર ઉત્તરાયણ હોય.. તમે ગુજરાતી છો અને આવા તહેવારોમાં ગુજરાતમાં ન હોવ તો તમે ઘણું બધુ મિસ કરી રહ્યા છો... તો આવો આ વખતે માણો ગુજરાતની ઉત્તરાયણ.. હેપી ઉત્તરાયણ