1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. વેલેંટાઈન ડે
Written By પારૂલ ચૌધરી|

પ્રેમ શરીરનો નહીં પરંતુ આત્માનો સંબંધ

W.D

પ્રેમ એક શુધ્ધ અને પવિત્ર સંબંધ છે તે શરીરનો નહીં પરંતુ બે આત્માઓ વચ્ચેનો સંબંધ છે. પરંતુ આજકાલ તો ખાસ કરીને યુવાનો શરીર સંબંધને જ પ્રેમની વ્યાખ્યા આપીને રાખથી પણ વધારે પવિત્ર સંબંધને અપવિત્ર કરી દીધો છે. પ્રેમમાં અહેસાસ થવો જરૂરી છે જ્યાર સુધી અહેસાસ છે ત્યાર સુધી પ્રેમ છે નહીં તો પ્રેમ ફક્ત શરીર સંબંધ સુધી જ સિમિત રહીને તેનો દમ તોડી દેશે. આજકાલના યુવાનો ખાસ કરીને શરીર સંબંધને જ પ્રાધાન્ય આપે છે તેઓ આત્માના સંબંધની સમજથી ખુબ જ દૂર છે.

પ્રેમ તો એક વસ્તુ છે જે પોતાના મહેબુબની ગેરહાજરીમાં પણ તમારી સાથે તેના કદમથી કદમ મિલાવીને ચાલે. આ પણ ત્યારે જ થઈ શકે છે જ્યારે તમારી પાસે તેઓ અહેસાસ હોય. નહિતર પ્રેમનો અહેસાસ તે સુસ્તૂરામ જેવો હશે જે જે પોતાના ઘરના છાપરા વિના ફક્ત ચાર દિવાલની અંદર જ રહેતો હતો. તેને જ્યારે શિયાળાની અંદર રાત્રે ઠંડી લાગતી હતી તો તે વિચારતો હતો કે કાલે સવારે ઉઠીને સૌથી પહેલા ઘરનું છાપરુ બનાવી દઈશ અને સવારે ઉઠતાંની સાથે જેવો ઘરની અંદર તડકો આવતો હતો તેવો તે વિચારતો કે સૂર્યનો આટલો સુંદર તડકો આવે છે અને આવું વિચારીને તે પોતાનો નિર્ણય બદલી લેતો હતો. પરંતુ રાત્રે તેને ફરીથી ઠંડી લાગતી અને રાત્રે તે ફરીથી તે જ રામકહાની વાગોળતો.
W.D

જો માણસ પોતાના પ્રેમનો અહેસાસ સાથે નથી રાખી શકતો તો તે દરેક પગલે કોઈને કોઈ સુંદર ચહેરા પર ફિદા થઈને પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. આજકાલ લોકો દેખાડો વધુ કરે છે પરંતુ અહેસાસ નામની કોઈ વસ્તુ જ નથી. જ્યારે કે પહેલાંના લોકો આવા દેખાડા ઓછા અને પ્રેમનો અહેસાસ વધારે કરતાં હતાં. આજે દરેક સાતમા ઘરની અંદર એક દંપત્તિ છુટાછેડા લેવાનું વિચારી રહ્યાં છે કેમકે તેમને એવો અહેસાસ જ નથી કે તે બંનેને એકબીજા માટે બનાવવામાં આવ્યાં છે. તેમને તે પણ ખબર નથી કે એકબીજાથી અલગ થઈ ગયાં બાદ જીંદગી કેટલી દુ:ખદાયક હશે.

જ્યાર સુધી માણસને અહેસાસ ન થાય ત્યાર સુધી તે પ્રેમને સમજી જ નથી શકતો. એક રાંજા હતો જે હીરના લગ્ન થયા બાદ તેન પોતાન ઘરનો ત્યાગ કરી દિધો હતો અને તે યોગી બની ગયો હતો. કેમકે તેને ખબર હતી કે હીર તેની છે અને જબરજસ્તી કોઈ બીજાની ડોલીમાં બેઠી છે. હીર પણ જાણતી હતી કે રાંજા વિના નહી રહી શકે તેથી તો તેણે પોતાનું સાસરૂ છોડી દિધું હતું અને તે રાંજાની પાસે આવી ગઈ હતી. તેમની વચ્ચે આત્માનો સંબંધ હતો. તેઓ જાણતાં હતાં કે એકબીજા વિના જીવવું કેટલું મુશ્કેલીભર્યું છે.