શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:38 IST)

14 Feb - Valentine day - પ્રેમ સંબંધોને સાચવી રાખો....

તારી આંખો વગર સુની મારી આંખો
જેવુ કે ચદ્ર વગરનુ આકાશ 
મારા જીવનમાં આમ જ મહેકતા રહેજો
જેવુ બાગમાં મહેકે ગુલાબ 
હેપી વેલેંટાઈન ડે 


- બંને વ્યક્તિઓ વચ્ચે સામંજસ્ય હોવું જોઇએ જેના માટે જરૂરી છે કે બંને પરસ્પર ખૂબ વાતો કરે અને એકબીજાની દિનચર્ચા વિષે જાણે.
 
 
- નવા સંબંધોને મજબૂત બનાવવા માટે એકબીજાની પરિસ્થિતિઓને સમજવાની અને તેનો આદર કરવાની ભાવના જરૂરી છે.
 
- જરૂરી નથી કે તમે અને તમારો સાથે એકબીજાને સમજતા હોવ તો તમે બંને એકબીજા પર નિર્ભર રહો. એકબીજા પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનો.
 
- સંબંધોમાં ઘણીવાર ગેરસમજણોને લીધે મનમોટાવ થઇ જાય છે. જે બંને માટે ખરાબ છે. આવામાં કમ્યુનિકેશન ગેપ ન રહેવો જોઇએ.
 
- ઘણીવાર મહિલાઓ વિચારે છે કે તેમનો પુરુષ સાથી માત્ર શારીરિક સંબંધ ઇચ્છે છે જે ખોટું છે. મહિલાઓનુ હંમેશા આવું વિચારવું સંબંધમાં તિરાડ સર્જી શકે છે. માટે તમારા સાથી પર વિશ્વાસ જાળવી રાખો તે જરૂરી છે.
 
- ક્યારેય તમને કે તમારા સાથીને એવું ન લાગવું જોઇએ કે બંને એકબીજા પર એકાધિકાર જમાવી રહ્યા છો અને તેમની આઝાદી છીનવી રહ્યાં છો.
 
- સ્વસ્થ સંબંધ ત્યારે જ બની રહી શકે છે જ્યારે તમે એકબીજાનો આત્મવિશ્વાસ વધારો. જે તમારા જીવનમાં તાજગી અને નવીનતા લાવશે.
 
- પરસ્પર સંબંધોમાં ઇગો અને મારાપણાની ભાવનાને દૂર રાખો તો સારું રહેશે.