બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વાસ્તુ અને તમારૂ ઘર- 1

N.D
જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે તે પંચભુતનું રૂપ ધારણ કરી લે છે. ઈંટો, માટી, સીમેંટ વગેરે વડે જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે લોકો તેને નિર્જીવ સમજે છે પરંતુ તેમની આ વિચારધારા ખોટી છે. કેમકે દિવાલો પણ વાતો કરે છે અને શ્વાસ લે છે એટલા માટે તો લોકોને કોઈ ગુપ્ત વાત કરવી હોય તો લોકો કહે છે કે ધીમે ધીમે વાત કરો કેમકે દિવાલોને પણ કાન હોય છે. આ વાત વડે સિદ્ધ થાય છે કે આપણા પૂર્વજોએ આ લોકોક્તિને બનાવતી વખતે વાસ્તુશાસ્ત્રનું અધ્યયન કર્યું હશે. જે કર્મો આપણે કરીએ છીએ તેની અસર આપણી સાથે સાથે આપણી રહેવાની જગ્યા પર પણ પડે છે. કેમકે પંચભુતનો દરેક માણસના શરીરમાં સમાવેશ છે. મનુષ્યો અને બ્રહ્માંડની રચના પંચમહાભુતના આધારે થઈ છે. આ પંચમહાભુત છે- પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. દરેક સ્ત્રી અને પુરૂષમાં આનું ખુબ જ મહત્વ છે. પ્રકૃતિની વિરુદ્ધ કામ કરવાથી તેનું સંતુલન બગડી જાય છે અને આપણી ઉર્જા ખોટી દિશા તરફ વળી જાય છે જેનાથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈને આપણા મગજ અને શારીરિક સંતુલનને બગાડી દે છે અને બેચેની, તણાવ અને અશાંતિ પેદા કરે છે. આ જ રીતે જ્યારે માણસ પ્રકૃતિ સાથે છેડછાડ કરે છે ત્યારે તેનું સંતુલન બગડી જાય છે અને ત્યારે તોફાન, પુર, વાવાઝોડુ અને ભુકંપ વગેરે પોતાનો તાંડવ દેખાડે છે.

એટલા માટે તે જરૂરી છે કે આ પંચ તત્વોનું સંતુલન જળવાઈ રહે જેથી કરીને આપણે શાંતિપુર્વક આપણું જીવન પસાર કરી શકીએ. જેવી રીતે કે ઉપર કહેવામાં આવ્યું છે કે મકાનના નિર્માણ બાદ આ પંચ તત્વ ઘરમાં વસવાટ કરે છે ત્યારે તે જરૂરી થઈ જાય છે કે આ પાંચેય તત્વોનું સંતુલન જળવાઈ રહે. તેનું સંતુલન થોડુક પણ બગડી જાય તો મકાનની અંદર વસવાટ કરતાં માણસો સુખ-શાંતિથી નથી રહી શકતાં. તેમને હંમેશા અશાંતિ, ઝઘડો, આર્થિક તંગી, રોગ અને માનસિક દ્વંદ વગેરે જેવી મુશ્કેલીઓ ઘેરી લે છે. આ પાંચેય તત્વોને જાણવા માટે તેમના વિશે અલગથી સમજવું પડશે કે આ શું છે અને તેની મનુષ્ય અને બ્રહ્માંડ પર કેવા પ્રકારની અસર પડે છે.